પ્રિયંકાએ મેટ ગાલામાં જે નેકલેસ પહેર્યો હતો એની પણ અહીં હરાજી કરવામાં આવશે.

પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં જ ઍન હૅથવે અને ઝેન્ડાયા સાથે જોવા મળી હતી
પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં જ ઍન હૅથવે અને ઝેન્ડાયા સાથે જોવા મળી હતી. તે વેનિસમાં બુલ્ગારીની ઇવેન્ટમાં જોવા મળી હતી. આ એક જ્વેલરીની ઇવેન્ટ હતી. પ્રિયંકાએ મેટ ગાલામાં જે નેકલેસ પહેર્યો હતો એની પણ અહીં હરાજી કરવામાં આવશે. તેમનો વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર ચાલી રહ્યો છે. આ વિડિયોમાં ત્રણેય ખૂબ જ હસતાં પણ જોવા મળી રહ્યાં છે. આ ઇવેન્ટમાં તેઓ ત્રણેય સાથે બેઠેલાં જોવા મળ્યાં હતાં.