Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માર્વલ સિનેમૅટિક યુનિવર્સની શાનદાર ફિલ્મો માટે થઈ જાઓ તૈયાર

માર્વલ સિનેમૅટિક યુનિવર્સની શાનદાર ફિલ્મો માટે થઈ જાઓ તૈયાર

25 July, 2022 03:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍવેન્જર્સ : ધ કેંગ ડાયનેસ્ટી’ ૨૦૨૫ની બીજી મેએ રિલીઝ થવાની છે, ઍવેન્જર્સ : સીક્રેટ વૉર્સ’ ૨૦૨૫ની ૭ નવેમ્બરે રિલીઝ થવાની છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


માર્વલ સિનેમૅટિક યુનિવર્સ તેમના ફૅન્સ માટે શાનદાર ફિલ્મોની સોગાદ લઈને આવી રહ્યા છે. લોકોમાં માર્વલ સ્ટુડિયો હેઠળ બનનારી ફિલ્મોનો ક્રેઝ હોય છે. તેમની ફિલ્મોને હંમેશાં લોકોનો અપાર પ્રેમ મળે છે. તેમણે ગઈ કાલે અનેક ધમાકેદાર ફિલ્મોની જાહેરાત કરી છે. એમાં ‘ઍવેન્જર્સ’ની બે ફિલ્મોનો પણ સમાવેશ રહેશે. ‘ઍવેન્જર્સ : ધ કેંગ ડાયનેસ્ટી’ ૨૦૨૫ની બીજી મેએ રિલીઝ થવાની છે. તો ‘ઍવેન્જર્સ : સીક્રેટ વૉર્સ’ ૨૦૨૫ની ૭ નવેમ્બરે રિલીઝ થવાની છે. ‘ફૅન્ટૅસ્ટિક ફોર’નો માર્વલ સિનેમૅટિક યુનિવર્સના ફેઝ 6માં સમાવેશ કરવામાં આવશે અને એને ૨૦૨૪ની ૮ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. તેમના ફેઝ 6માં કેટલીક જૂની ફિલ્મોનાં નવા પાર્ટ્સ લાવવામાં આવશે. તો સાથે જ કેટલાક નવાં કૅરૅક્ટર્સ અને ફિલ્મો પણ દર્શકોનું મનોરંજન કરવા આવશે. આ ફિલ્મના કલાકારોની જાહેરાત નથી કરવામાં આવી. એવું પણ જાણવા મળ્યું છે કે ‘થન્ડરબોલ્ટ’ દ્વારા માર્વલ સિનેમૅટિક યુનિવર્સના ફેઝ 5નો અંત લાવવામાં આવશે. આ ફિલ્મ ૨૦૨૪ની ૨૬ જુલાઈએ રિલીઝ થશે. તો ક્રિસ હેમ્સવર્થ, નતાલી પોર્ટમૅન અને ક્રિશ્ચન બેલની ફિલ્મ ‘થોર: લવ ઍન્ડ થન્ડર’ પણ આવી રહી છે. માર્વલની ફિલ્મ અને તેમની વેબ-સિરીઝના પ્રશંસકોને જણાવી દઈએ કે કઈ ફિલ્મ અને સિરીઝ ક્યારે અને ક્યાં તેઓ જોઈ શકશે.

‘સ્પાઇડર મૅન- ફ્રેશમૅન યર’ - ૨૦૨૪માં ડિઝની પ્લસ પર
‘વૉટ ઇફ’ સીઝન 2 - ૨૦૨૩ની શરૂઆતમાં ડિઝની પ્લસ પર
‘X-મૅન 97’ - ૨૦૨૩માં ડિઝની પ્લસ પર
‘સીક્રેટ ઇન્વેઝન’ - ૨૦૨૩માં ડિઝની પ્લસ પર
‘ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલેક્સી વૉલ્યુમ 3’ - ૨૦૨૩ની પાંચ મેએ થિયેટર્સમાં રિલીઝ થશે
‘લોકી’ સીઝન 2 - ૨૦૨૩માં ડિઝની પ્લસ પર
‘બ્લેડ’ - ૨૦૨૩ની ૩ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે
‘ઇકો’ - ૨૦૨૩માં ડિઝની પ્લસ પર
‘આયર્ન હાર્ટ’ - ૨૦૨૩માં ડિઝની પ્લસ પર
‘અગાથા - કોવન ઑફ કૅઓસ’ - ૨૦૨૩માં ડિઝની પ્લસ પર
‘કૅપ્ટન અમેરિકા - ન્યુ વર્લ્ડ ઑર્ડર’ - ૨૦૨૪ની ત્રીજી મેએ થિયેટર્સમાં રિલીઝ થશે
‘શી હલ્ક- ઍટર્ની ઍટ લૉ’ - આ વર્ષે ૧૭ ઑગસ્ટે ડિઝની પ્લસ પર
‘ડેરડેવિલ-બૉર્ન અગેઇન’ - ૨૦૨૪માં ડિઝની પ્લસ પર
‘બ્લૅક પૅન્થર-વકાંડા ફોરેવર’ - ૨૦૨૨ની ૧૧ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2022 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK