રેડ કાર્પેટ પર કલાકારોએ પોતાની અદાનો જાદુ રેલાવ્યો હતો

સિતારાઓથી ઝળકી ઊઠી એમી અવૉર્ડ્સની ઇવેન્ટ
લૉસ ઍન્જલસમાં આયોજિત એમી અવૉર્ડ્સ ૨૦૨૨ની ઇવેન્ટ સિતારાઓના ઝગમગાટથી ચમકી ઊઠી હતી. કૉમેડિયન કીનન થૉમ્પસને પોતાના હોસ્ટિંગથી લોકોને ખૂબ હસાવ્યા હતા. રેડ કાર્પેટ પર કલાકારોએ પોતાની અદાનો જાદુ રેલાવ્યો હતો. અનેક મેકર્સ અને કલાકારોની મહેનત રંગ લાવી. તેમને અવૉર્ડ આપીને નવાજવામાં આવ્યા. આ એમી અવૉર્ડ્સ ટીવી સિરિયલ, કલાકારો અને ટેક્નિશ્યન્સને સન્માનિત કરવા માટે યોજવામાં આવે છે. ચાલો જોઈએ કોણે કઈ કૅટેગરીમાં બાજી મારી છે.
બેસ્ટ ડ્રામા સિરીઝ - સક્સેશન
બેસ્ટ ઍક્ટ્રેસ ઇન અ ડ્રામા સિરીઝ - ઝેંડ્યા (યુફોરિયા)
બેસ્ટ ઍક્ટર ઇન અ ડ્રામા સિરીઝ - લી જંગ જે (સ્ક્વિડ ગેમ)
બેસ્ટ ડિરેક્શન - હ્યોંગ ડોંગ-હ્યુક (સ્ક્વિડ ગેમ)
બેસ્ટ કૉમેડી સિરીઝ - ટેડ લાસ્સો
બેસ્ટ ઍક્ટર ઇન અ કૉમેડી સિરીઝ - જેસન સુદેકિસ (ટેડ લાસો)
બેસ્ટ ઍક્ટ્રેસ ઇન અ કૉમેડી સિરીઝ - જીન સ્માર્ટ (હૅક્સ)
બેસ્ટ લિમિટેડ અને ઍન્થોલૉજી સિરીઝ - ધ વાઇટ લોટસ
બેસ્ટ ઍક્ટર લિમિટેડ સિરીઝ અને ટીવી મૂવી - માઇકલ કીટન (ડોપસિક)
બેસ્ટ ઍક્ટ્રેસ ઇન લિમિટેડ અને ઍન્થોલૉજી સિરીઝ - અમાન્ડા સાઇફ્રીડ (ધ ડ્રૉપઆઉટ)