° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


ડ્વેન જૉનસન અને તેના પરિવારે કોરોનાને આ રીતે આપી માત, શૅર કર્યો વીડિયો

03 September, 2020 12:17 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ડ્વેન જૉનસન અને તેના પરિવારે કોરોનાને આ રીતે આપી માત, શૅર કર્યો વીડિયો

ધ રૉક (ડ્વેન જૉનસન)

ધ રૉક (ડ્વેન જૉનસન)

'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ' (Fast And Furious)સ્ટાર (Star) ડ્વેન (Dwayne Johnsan) જૉનસન અને તેમના પરિવારના બધાં સભ્યો કોરોના (Covid-19 Infected) સંક્રમિત થયા હતા. જો કે, હવે બધાં રિકવર થઈ ગયા છે. ડ્વેન જૉનસને પોતે સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો (Video Post) પોસ્ટ કરીને આ માહિતી ચાહકો સાથે શૅર કરી છે.

જણાવવનું કે પ્રો રેસલરથી હૉલીવુડ એક્ટર બનેલા ડ્વેન જૉનસને વીડિયો શૅર કરીને જણાવ્યું કે, તેની પત્ની અને બાળકો થોડાક અઠવાડિયા પહેલા કોરોનાની ચપેટમાં આવી ગયા હતા, પણ અમે બધાં રિકવર થઈ ગયા છીએ.

ડ્વેન ડૉનસે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તે અને તેની પત્ની લૉરેન અને બન્ને દીકરીઓ જાસ્મિન અને ટિયાના લગભગ અઢી અઠવાડિયા પહેલા એક ક્લૉઝ ફેમિલી ફ્રેન્ડને કારણે કોવિડ-19 સંક્રમિત થયા હતા. તેમના વિશે તેણે કહ્યું કે તે કેવી રીતે ઇન્ફેક્ટેડ થયા તે નથી ખબર.

ડ્વેનએ આ વીડિયોમાં કહ્યું કે આ પરિસ્થિતિ તેમની માટે અને પરિવાર માટે આ સમય ખૂબ જ ચેલેન્જિંગ અને મુશ્કેલ રહ્યો. તેમણે જણાવ્યું કે જે ફ્રેન્ડ થકી કોરોના થયો તે સુરક્ષાને લઈને ખૂબ જ ધ્યાન રાખતો હતો.

તેમણે જણાવ્યું કે બન્ને બાળકીઓને શરૂઆતના એક-બે દિવસમાં ગળામાં ખરાશ થઈ અને પછી તે બરાબર થઈ ગઈ, પણ જૉનસન અને તેમની પત્ની માટે આ થોડું મુશ્કેલ રહ્યું. જૉનસને વીડિયોમાં જણાવ્યું કે, "મને જણાવતાં આનંદ થાય છે મિત્રો, કે અમારો પરિવાર હવે સ્વસ્થ છે. ઇશ્વરનો આભાર કે અમે આ સંક્રમણમાંથી બહાર આવી શક્યા અને વાયરસને માત આપી."

ડ્વેન જૉનસને 'ધ મમી રિટર્ન્સ', 'ધ સ્કૉર્પિયન કિંગ', 'બેવૉચ', 'જુમાંજીઃ વેલકમ ટુ ધ જંગલ' જેવી ફિલ્મો કરી છે. જણાવવાનું કે સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની ફૉર્બ્સની આ વર્ષની લિસ્ટમાં ડ્વેન પહેલા નંબરે રહ્યો. આ રિપોર્ટ પ્રમાણે ડ્વેને 1 જૂન 2019થી 1 જૂન 2020 સુધીમાં 87.5 મિલિયન ડૉલર (1402 કરોડ રૂપિયા)ની કમાણી કરી.

03 September, 2020 12:17 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

૭૨૦૦૦ રૂપિયા

રિયલિટી શો ‘ડાન્સ દીવાને’ની ત્રીજી સીઝનમાં આ વીક-એન્ડમાં માધુરીએ જે ડ્રેસ પહેર્યો છે એની આ કિંમત છે

04 June, 2021 12:38 IST | Mumbai | Rashmin Shah
હૉલીવૂડ સમાચાર

પ્લેન ક્રેશમાં Tarzan એક્ટર Joe Laraનું નિધન, પત્ની સહિત સાતના જીવ ગયા

58 વર્ષીય જો પત્ની ગ્વેન લારા અને પાંચ અન્ય લોકો સાથે જેટ પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા હતા કે તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું અને બધાનું નિધન થયું.

31 May, 2021 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

ભારતમાં સ્ટ્રીમ થઇ રહ્યાં છે આ બે રસપ્રદ મુવિઝ, એક હૉરર તો એક કૉમેડી

પિક્ચવર્કસ દ્વારા રિલીઝ થયેલ આ ફ્રેશ ફિલ્મો એમેઝોન પ્રાઇમ વિડિઓ પર સ્ટ્રીમ થઈ રહી છે

13 May, 2021 06:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK