વિજેતાને ફક્ત ૪૫ સેકન્ડની સ્પીચ માટે સમય આપવામાં આવે છે.
જિમી કિમલે કેમ આપી ‘નાટુ નાટુ’ની ધમકી?
ઑસ્કર અવૉર્ડના હોસ્ટ જિમી કિમલે શોની શરૂઆતમાં જ ત્યાં હાજર દરેકને ‘નાટુ નાટુ’ની ધમકી આપી હતી. ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને ઑસ્કરમાં બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ માટે નૉમિનેટ કરવામાં આવ્યું હતું અને એને એ અવૉર્ડ મળ્યો પણ છે. આ અવૉર્ડ શોના ઘણા નિયમ છે અને એમાંથી એક છે સ્પીચ બોલવા માટેનો ચોક્કસ સમય. વિજેતાને ફક્ત ૪૫ સેકન્ડની સ્પીચ માટે સમય આપવામાં આવે છે. અત્યાર સુધી એવું હતું કે સ્પીડ-લિમિટની બહાર જતાં મ્યુઝિક વગાડવાનું શરૂ કરી દેવામાં આવે છે અને એ ધીમે-ધીમે એકદમ જોરમાં થતું જાય છે જેથી વિનર તેની લિમિટ બહાર જાય તો પણ તે શું બોલે છે એને સાંભળી ન શકાય. જોકે આ વખતે મસ્તીના મૂડમાં આવી જિમી કિમલે કોઈ પણ વિનર સ્પીડ-લિમિટની બહાર ગયો તો તેને ડાન્સ દ્વારા સ્ટેજ પરથી નીચે ઉતારવામાં આવશે એવી ધમકી આપી હતી. આ બોલતાંની સાથે જ સ્ટેજ પર કેટલાક ડાન્સર ‘નાટુ નાટુ’નો ડાન્સ કરતાં આવી ચડે છે.