Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજથી રવિવાર સુધી NCPAમાં યોજાશે વસંત - ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ

આજથી રવિવાર સુધી NCPAમાં યોજાશે વસંત - ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ

Published : 12 March, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફેસ્ટિવલમાં આજથી ૧૫ માર્ચ સુધી NCPA કૅમ્પસના એક્સપરિમેન્ટલ થિયેટર, તાતા થિયેટર, ગોદરેજ ડાન્સ થિયેટર, લિટલ થિયેટર અને વેસ્ટ રૂમ ૧ જેવા વેન્યુ પર વિવિધ પ્રસ્તુતિઓ થશે

NCPA દ્વારા ‘વસંત-ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ૨૦૨૬’ની જાહેરાત કરવામાં આવી

NCPA દ્વારા ‘વસંત-ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ૨૦૨૬’ની જાહેરાત કરવામાં આવી


નરીમાન પૉઇન્ટ ખાતે આવેલા નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્‍સ (NCPA) દ્વારા ‘વસંત-ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ૨૦૨૬’ની જાહેરાત કરવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં આજથી ૧૫ માર્ચ સુધી NCPA કૅમ્પસના એક્સપરિમેન્ટલ થિયેટર, તાતા થિયેટર, ગોદરેજ ડાન્સ થિયેટર, લિટલ થિયેટર અને વેસ્ટ રૂમ ૧ જેવા વેન્યુ પર વિવિધ પ્રસ્તુતિઓ થશે.

ફેસ્ટિવલની શરૂઆત ડિરેક્ટર ધ્રુમિત ચૌહાણના રાજસ્થાની લોકપરંપરાથી પ્રેરિત નાટક ‘શેક્સપિયર મ્હારો જમાઈ’થી થશે. આ નાટકમાં વણઝારા પરંપરાના વાર્તાકારો શેક્સપિયરનાં નાટકો અને પોતાની મૌખિક પરંપરાઓ વચ્ચેના રસપ્રદ સંબંધોને શોધે છે. આ વર્ષના ઉત્સવમાં ગુજરાતી સ્ટૅન્ડ-અપ કૉમેડી પણ સામેલ કરવામાં આવી છે. લોકપ્રિય કન્ટેન્ટ-ક્રીએટર વિરાજ ઘેલાણીનો શો ‘ધૅટ્સ સો વિરાજ - વિથ ફ્રેન્ડ્સ’ ગુજરાતી પરિવારજીવનની મજા અને નાની-નાની બાબતોને હાસ્ય સાથે રજૂ કરશે.



આ ફેસ્ટિવલમાં અંકિત ગોર દ્વારા ‘બિટ્વીન ધ લાઇન્સ’ નામની થિયેટર વર્કશૉપ યોજવામાં આવશે જેમાં રિહર્સલ આધારિત પ્રૅક્ટિસ દ્વારા અભિનયની ટેક્નિક શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સિવાય અભિનેતા અને ફેસિલિટેટર વિશાલ શાહની વર્કશૉપ ‘અનફ્રીઝ અનલર્ન’ ઇમ્પ્રોવાઇઝેશન, ઍક્ટિવ લિસનિંગ અને સર્જનાત્મક અવરોધોને દૂર કરવાની પ્રક્રિયા શીખવશે.


આ ફેસ્ટિવલનાં મુખ્ય નાટકોમાં ધ્રુવ ભટ્ટની વિખ્યાત નવલકથા પ્રેરિત અદિતિ દેસાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા નાટક ‘અકૂપાર’નો સમાવેશ થાય છે. ગીરના જંગલની પૃષ્ઠભૂમિમાં રચાયેલું આ નાટક માલધારી સમુદાયના જીવન અને પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વને સંગીત, હાવભાવ અને વાર્તાકથન દ્વારા રજૂ કરે છે. ફેસ્ટિવલમાં જોવા મળનારું મનોજ શાહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલું નાટક ‘સૉક્રેટિસ’ પ્રાચીન ગ્રીક તત્ત્વચિંતક સૉક્રેટિસની ટ્રાયલને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરે છે અને નૈતિકતા, વિચારસ્વાતંત્ર્ય અને આત્મચિંતન જેવા મુદ્દાઓને સ્પર્શે છે.

ગુજરાતી કવિતા અને પદ્યને પણ ફેસ્ટિવલમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સૌમ્ય જોશીએ કવિઓ અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટ સાથે મળીને રચેલા અને ડિરેક્ટ કરેલા ‘ચોગ્ગો’માં રોજિંદા જીવનમાંથી ઉદ્ભવતી કવિતાઓને નાટ્યાત્મક રીતે રજૂ કરવામાં આવશે.


ફેસ્ટિવલનું સમાપન પ્રીતેશ સોઢાએ ડિરેક્ટ કરેલી કૃતિ ‘લગ્ન-ધ મ્યુઝિકલ’ સાથે થશે. પરંપરાગત લગ્નગીતોને નવા અંદાજમાં રજૂ કરતી આ મ્યુઝિકલ રજૂઆતનું સંગીત પાર્થ ભરત ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK