° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


નવરાત્રીમાં દિવ્યા કુમારના ગીત ‘માં ના રથડા’ પર ઘુમજો ગરબે

05 October, 2021 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટિપ્સ ગુજરાતીએ આ ગીત રિલીઝ કર્યું છે

‘માં ના રથડા’નું પોસ્ટર

‘માં ના રથડા’નું પોસ્ટર

ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીનું આગમન થવાનું છે. ત્યારે નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને ટિપ્સ ગુજરાતીએ એક ગીત રિલીઝ કર્યું છે. ટિપ્સ ગુજરાતીએ દિવ્યા કુમારનું ગીત ‘માં ના રથડા’ રિલીઝ કર્યું છે

અહીં સાંભળો ગીત ‘માં ના રથડા’ :

‘માં ના રથડા’ના રિલીઝ પ્રસંગે ગાયક દિવ્યા કામરે કહ્યું હતું કે, ‘આ એક આનંદિત, લેઝિમ બીટ્સના ફ્યુઝન સાથેનું ગરબા ગીત છે જે મારી મિત્ર પ્રિયા સરૈયાએ સુંદર રીતે લખ્યું છે. પ્રિયા અને મેં નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં દસથી વધુ વર્ષોથી પરફોર્મ કર્યું છે. તેથી આ તહેવાર મારા હૃદયની ખૂબ જ નજીક છે અને દર વર્ષે હું ગરબા ગીતો ગાઈને માતાજીના આશીર્વાદ લેવા માંગું છું’.

ગીત વિશે તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મેં લોકડાઉન દરમિયાન ‘માં ના રથડા’ કંપોઝ કર્યું હતું અને મને ખુશી છે કે તે ટિપ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર રિલીઝ થયું છે. ટીપ્સ સાથે ગીતો કરવામાં મને હંમેશા આનંદ થયો છે’.

આ ગીતનું મ્યુઝિક દિવ્યા કુમારનું છે અને બોલ પ્રિયા સરૈયાના છે.

05 October, 2021 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એનાયત કરાશે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાત્રે આયોજિત પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમ દરમિયાન આ એવોર્ડની જાહેરાત કરી હતી.

27 October, 2021 11:51 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

નામથી નહીં, કૅરૅક્ટર્સથી ઓળખાવા માગે છે પ્રતીક ગાંધી

હું અલગ-અલગ પાત્રોને એકસરખું મહત્ત્વ આપવા માગું છું. અલગ-અલગ કૅરૅક્ટર્સ ક્રીએટ કરવાની મારી ઇચ્છા છે. હું મારા કૅરૅક્ટર્સના નામે ઓળખાઉંલ, ના કે મારા નામથી.’

25 October, 2021 02:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

અભિનેત્રી શીતલ પંડ્યાને થયો કોરોના, પણ આજની મેચ માટે હાઈ જોશ

શીતલે પોતે સોશિયલ દ્વારા ચાહકોને તેમની આ પરિસ્થિતિની જાણ કરી હતી.

24 October, 2021 10:53 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK