ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું તો જાન્યુઆરીમાં હેપ્પી સાથે નવો પ્રોજેક્ટ શરુ કરવાનો હતો : વિજયગીરી બાવા

હું તો જાન્યુઆરીમાં હેપ્પી સાથે નવો પ્રોજેક્ટ શરુ કરવાનો હતો : વિજયગીરી બાવા

30 August, 2022 04:13 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

હેપ્પી ભાવસાર નાયકની ત્રણ સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક અને ખાસ મિત્ર વિજયગીરી બાવાએ ભીની આંખે અભિનેત્રી સાથેની યાદો તાજી કરી

હેપ્પી ભાવસાર નાયક અને વિજયગીરી બાવા RIP Happy Bhavsar Nayak

હેપ્પી ભાવસાર નાયક અને વિજયગીરી બાવા

‘મહોતું’ ફૅમ ગુજરાતી અભિનેત્રી અને ડબિંગ આર્ટિસ્ટ હેપ્પી ભાવસાર નાયક (Happy Bhavasar Nayak)નું ૪૫ વર્ષની વયે ૨૪ ઑગસ્ટ બુધવારના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. અભિનેત્રીની આમ અચાનક વિદાયથી પરિવારજનો, મિત્રો, ફૅન્સ સહુ કોઈ ઘેરા આઘાતમાં છે. અભિનેત્રીના ખાસ મિત્ર અને તેની ત્રણેય સફળ ફિલ્મોના દિગ્દર્શક વિજયગીરી બાવા (Vijaygiri Bava)ને હજી પણ માનવામાં નથી આવતું કે અભિનેત્રી હવે આ દુનિયામાં નથી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે દિગ્દર્શક વિજયગીરી બાવાએ ભીની આંખે હૅપ્પી સાથેની દોસ્તી અને યાદોને વાગોળી છે.

હેપ્પી ભાવસાર નાયકની ડેબ્યૂ ફિલ્મ ‘પ્રેમજી -રાઇઝ ઑફ વૉરિયર’, નેશનલ ઍવૉર્ડ શોર્ટ ફિલ્મ ‘મહોતું’ અને લોકપ્રિય ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’ ત્રણેય વિજયગીરી બાવાએ ડિરેક્ટ કરી હતી. અભિનેત્રી સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતા વિજયગીરી બાવાએ જણાવ્યું કે, ‘હેપ્પી જ્યારે પણ કૅમેરા સાવે આવે ત્યારે અમિતાભ બચ્ચન જેવો ઑરા હોય તેનો. તેણે હંમેશા લાઇફમાં ચેલેન્જિંગ પાત્રો ભજવ્યા છે. મારી ડિરેક્ટર કરેલી ત્રણેય ફિલ્મોમાં તેના પાત્રો સાવ જ જુદા હતા. ‘પ્રેમજી -રાઇઝ ઑફ વૉરિયર’માં તેણે એક પચ્ચીસ વર્ષના દીકરાની માતાનું પાત્ર ભજવ્યું હતું, એમા તેના દમદાર અભિનયના ખુબ વખાણ થયા હતા. માતાનું પાત્ર ભજવવા જેટલી તેની ઉંમર નહોતી, છતાય તેણે સ્ક્રિપ્ટ વાંચીને હા પાડી હતી. તે રૉલની પસંદગી કરવામાં બહુ જ ચુઝી હતી.’


આવતા વર્ષના જાન્યુઆરી મહિનામાં તો આ જોડી ફરીએકવાર સાથે કામ કરવાની હતી. હેપ્પી જ્યારે હૉસ્પિટલમાં હતી ત્યારે વિજયગીરી બાવાએ તેને કહેલું કે, ‘હેપલી જલ્દી સાજી થઈ જા. આવતા જાન્યુઆરી મહિનામાં આપણે ફ્લૉર પર જઈશું’. અને પછી અભિનેત્રીએ પણ વાયદો આપ્યો હતો કે તે કામ કરશે. પરંતુ કોને ખબર હતી કે અભિનેત્રી આવતીકાલની સવાર પણ નહીં જોઈ શકે! ‘આજકાલની હિરોઇન્સની જેમ હેપ્પી ગ્લેમરમાં નહીં પણ પોતાના કામમાં વધુ વિશ્વાસ રાખતી હતી. તેણે મને કમિટમેન્ટ અપ્યું હતું ને કે તે જાન્યુઆરી મહિનામાં ફલૉર પર આવશે. એટલે તેને આવવું જ પડશે. આ જાન્યુઆરી મહિનામાં નહીં તો આવતા દસ વર્ષ પછીના જાન્યુઆરી મહિનામાં તેને આવવું જ પડશે’, વિજયગીરી જણાવે છે.


વિજયગીરી બાવાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર અભિનેત્રીની યાદમાં ખાસ વીડિયો પોસ્ટ કર્યો છે. જુઓ અહીં…

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by વિજયગીરી બાવા (@vijaygiribava)


‘હેપ્પીને પર્ફોમ કરતી જોવી એક લ્હાવો હતો. માઇકની કે કૅમેરાની સામે ઉભી રહેને ત્યારે બે-ત્રણ પાનાનો મૉનોલૉગ તો સડસડાટ બોલી નાખે. તેને ક્યારેય ટેલિપ્રોમ્ટરની જરુર જ નથી પડી.’ એમ તેમણે ઉમેર્યું હતું.

આ જોડી ફિલ્મોમાં જેટલી હીટ થઈ છે તેના કરતા ડબલ હીટ તેમની ફ્રેન્ડશિપ છે. વિજયગીરી બાવા અભિનેત્રીને હેપલી કહીને બોલાવતા અને હેપ્પી તેમને ગબ્બર કહેતી. ‘હેપ્પી ક્યારેય કોઈનાથી ડરે કે ગભરાય નહીં. પણ મારાથી એ ડરતી. એટલે તે મને હંમેશા ગબ્બર કહીને જ બોલાવતી. તે મારી દરેક વાત સાંભળતી.’

તમને જણાવી દઈએ કે, હેપ્પી ભાવસાર નાયકે ગુજરાતી અભિનેતા અને આરજે મૌલિક નાયક (Maulik Nayak) સાથે વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. બન્નેના લગ્ન કરાવવામાં પણ વિજયગીરી બાવા અને તેમના અન્ય મિત્રોનો મોટો ફાળો છે. દિગ્દર્શક કહે કે, ‘પહેલી ફિલ્મ સમયે મને ખબર જ નહોતી કે હેપ્પી અને મૌલિક બન્ને એકબીજાના પ્રેમમાં છે. અમને જ્યારે ખબર પડી ત્યારે તેઓ લગ્નની વાત ઘરે કરવા માટે ડરતા હતા. બન્નેની સાથે મળીને અમે તેમના ઘરમાં વાત કરી અને લગ્ન સમયે વરપક્ષ અને કન્યા પક્ષા બન્ને તરફથી જવાબદારી નિભાવી હતી. હેપ્પી અને મૌલિકના લગ્નમાં બહુ જ મજા પડી હતી.’

હેપ્પી અને મૌલિકના લગ્નની તસવીર

હેપ્પી અને મૌલિકને બે મહિનાની જુડવા દીકરીઓ ક્રિષ્ના અને ક્રિષન્વી છે. જે અત્યારે વિજયગીરી બાવાના ઘરે જ છે. તેઓ કહે છે કે, ‘ક્રિષ્ના અને ક્રિષન્વીમાં મને હેપ્પીની જ ઝલક દેખાય છે. હંમેશા હસતીને હસતી જ હોય. હેપ્પીને જ્યારે કોઈ કામ ન હોય તો તે ઉંઘને જ સૌથી વધુ મહત્વ આપતી. બસ એ જ રીતે તેની દીકરીઓને પણ ઉંઘ સૌથી પ્રિય છે.’

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by વિજયગીરી બાવા (@vijaygiribava)

અશ્રુભીની આંખે અને ભારે હૃદય સાથે વિજયગીરી બાવાએ હેપ્પી ભાવસાર નાયકને યાદ કરતા કહ્યું હતું કે, ‘ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા કોઈ નહીં લઈ શકે.’

30 August, 2022 04:13 PM IST | Mumbai | Rachana Joshi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK