તેણે મીઠીબાઈ કૉલેજમાંથી બાયોટેક્નૉલૉજીમાં ગ્રૅજ્યુએશન કર્યું છે.

પૂજા જોષી
પૂજા જોષીનો જન્મ ગુજરાતી ફૅમિલીમાં થયો હતો અને તે મુંબઈમાં જ મોટી થઈ છે. તેના પિતા ઇન્ડિયન ઍરફોર્સમાં હતા. તેણે મીઠીબાઈ કૉલેજમાંથી બાયોટેક્નૉલૉજીમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. તેણે ગુજરાતી અને હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે. આ સાથે જ તેણે ગુજરાતી ફિલ્મો અને વેબ-શોમાં પણ કામ કર્યું છે. ‘આ ફૅમિલી કૉમેડી છે’, ‘કુમકુમનાં પગલાં પડ્યાં’, ‘કાલ ભૈરવ રહસ્ય’, ‘જયસુખ ઝડપાયો’ અને ‘વાત વાતમાં’ જેવા ઘણા પ્રોજેક્ટ માટે તે જાણીતી છે.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
પ્રામાણિક, વિશ્વસનીય, ગ્રાઉન્ડેડ, વિનમ્ર અને શૉપોહૉલિક.
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
શૉપિંગનું નામ સાંભળીને ચહેરા પર સ્માઇલ આવી જાય છે. નજીકના ફ્રેન્ડ્સ અને ફૅમિલીને ગુમાવવાનો મને ખૂબ ડર લાગે છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
હું બીચ પર કોઈને કૅન્ડલ લાઇટ ડિનર માટે લઈ જઈશ. મને બીચ ખૂબ જ પસંદ હોવાથી મારા માટે એ આઇડલ ડેટ હશે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું બૅગ અને શૂઝ ખરીદવા પાછળ ખૂબ પૈસાનો ઉપયોગ કરું છું.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
પ્રામાણિક્તા અને એકદમ રિયલ રહેવું જોઈએ. મને આ બે વસ્તુ ખૂબ જ અટ્રૅક્ટિવ લાગે છે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
ઍક્ટર તરીકે હું જે કામ કરું છું એનાથી લોકો પ્રેરિત થાય અને તેમને મોટિવેશન મળતું રહે અને એ જ રીતે લોકો મને યાદ રાખે એવી મારી ઇચ્છા છે.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
મારો એક ફૅન હતો જે રોજ ભગવાનને લેટર લખતો અને એ પણ મારા સારા સ્વાસ્થ્ય માટે. મારા માટે એ ખૂબ સ્પેશ્યલ હતું.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
હું ક્યારેય પણ અને કોઈ પણ જગ્યાએ ઊંઘી શકું છું. સૂવાની મારામાં ટૅલન્ટ છે અને મને એના પર ગર્વ છે.
પહેલી જૉબ કઈ હતી?
મારી પહેલી જૉબ પણ ઍક્ટિંગ જ હતી. એક સિરિયલમાં મેં નાનકડા રોલ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી.
ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવીને રાખ્યાં છે?
મારી પહેલી સૅલેરીમાંથી મેં ઝારાનું એક ટૉપ લીધું હતું અને એ હજી પણ મારી પાસે છે અને એ હંમેશાં મારા માટે સ્પેશ્યલ રહેશે.
સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
એક ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં જવા માટે હું રાતે ઘરેથી ચોરીછૂપી ગઈ હતી.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
એ વસ્તુ મિસ્ટરી જ રહે એવું હું ઇચ્છુ છું, કારણ કે મિસ્ટરીને જાહેર ન કરવી જોઈએ.