Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન મોદીએ કેમ આદિત્ય ગઢવીનો કાન આમળ્યો?

વડા પ્રધાન મોદીએ કેમ આદિત્ય ગઢવીનો કાન આમળ્યો?

Published : 26 September, 2024 07:25 PM | Modified : 26 September, 2024 07:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PM Narendra Modi meets Gujarati Singer Aditya Gadhvi: રવિવારના રોજ પીએમ મોદીએ ન્યૂયોર્કમાં આવેલા લૉંગ આઇલૅન્ડ સ્થિત નાસાઉ કૉલિજિયમ ખાતે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકોનું સંબોધન કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા આદિત્ય ગઢવીને (તસવીર: સોશિયલ મીડિયા)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા આદિત્ય ગઢવીને (તસવીર: સોશિયલ મીડિયા)


કી હાઇલાઇટ્સ

  1. આ મુલાકાત દરમિયાન PM મોદી અમેરિકામાં રહેતા અનેક ભારતીયોને મળ્યા
  2. પાંચસો કરતાં વધુ કલાકારોએ ભારતીય લોકગીતો પર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા
  3. આદિત્ય ગઢવી સાથે પીએમ મોદીએ લીધી સેલ્ફી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકામાં રહેતા અનેક ભારતીયોને મળ્યા હતા. પીએમ મોદીના (PM Narendra Modi meets Gujarati Singer Aditya Gadhvi) અમેરિકાના કાર્યક્રમમાં લાઈવ પરફોર્મ કરવા માટે ભારતથી પણ અનેક કલાકારો પણ પહોંચ્યા હતા. આ દરેક આર્ટિસ્ટને પીએમ મોદીએ તેમની સાથે સેલફી પણ લીધી હતી. ભારતના આ આર્ટિસ્ટમાં ગુજરાતી સિંગર આદિત્ય ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર, મ્યુઝિક કમ્પોઝર દેવી શ્રી પ્રસાદ અને ભારતના રૅપર હનુમાનકાઈન્ડે સહિત પાંચસો કરતાં વધુ કલાકારોએ ભારતીય લોકગીતો પર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા. આ ઈવેન્ટમાં વડા પ્રધાન મોદીની આદિત્ય ગઢવી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોને સિંગરે જ તેના ઑફિશિયલ એકાઉન્ટ પર શૅર કરી છે. આ સાથે આદિત્યએ વડા પ્રધાન સાથેની તસવીરોમાં ખૂબ જ રમજૂ કેપ્શન પણ આપ્યું છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditya Gadhvi (@adityagadhviofficial)




વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે (PM Narendra Modi meets Gujarati Singer Aditya Gadhvi) છે. રવિવારના રોજ પીએમ મોદીએ ન્યૂયોર્કમાં આવેલા લૉંગ આઇલૅન્ડ સ્થિત નાસાઉ કૉલિજિયમ ખાતે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકોનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ભારે ઉત્સાહથી પીએમનું પૂર્ણ જોશથી સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય કલાકારો આદિત્ય ગઢવી, દેવી શ્રી પ્રસાદ અને હનુમાનકાઈન્ડે પરફોર્મન્સ આપ્યું હતું.

ગુજરાતના જાણીતા કલાકાર આદિત્ય ગઢવીએ (PM Narendra Modi meets Gujarati Singer Aditya Gadhvi) પોતાના અવાજથી કૉલિજિયમમાં હાજર રહેલા દરેક લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આદિત્ય ગઢવીએ તેના સુપરહિટ ગીત `ખલાસી`થી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ દરમિયાન આદિત્ય ગઢવી, દેવી શ્રી પ્રસાદ અને હનુમાનકાઈન્ડે હર ઘર તિરંગા ગીત પર શાનદાર પરફોર્મ કર્યું હતું અને તે પૂર્ણ થતાં વડા પ્રધાન મોદીએ બધા આર્ટિસ્ટને ભેટીને તેમને ગળે લગાવ્યા હતા.


આદિત્ય ગઢવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીએમ મોદીને મળવાની અમુક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરમાં આદિત્ય પીએમ મોદી સાથે સેલ્ફી (PM Narendra Modi meets Gujarati Singer Aditya Gadhvi) લેતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન મોદી આદિત્યના કાન પકડી લીધા હતા જે તસવીરમાં દેખાઈ રહ્યું છે. આ તસવીરો સાથે આદિત્યએ ગુજરાતીમાં કેપ્શન આપ્યું કે “સેલ્ફી લેતા લેતા મેં કીધું, “સાહેબ આ બાજુ જોજો” એટલે મારી બાજુ વળીને કાન ખેંચ્યા અને પછી જગપ્રસિદ્ધ ‘Modi’s Signature Bear Hug’ કરીને મને “પપ્પા કેમ છે?” એમ કહીને પરિવારના ખબર અંતર પુછ્યા…”

પીએમ મોદી સાથેની વધુ એક તસવીર આદિત્યએ સોશિયલ મીડિયા (PM Narendra Modi meets Gujarati Singer Aditya Gadhvi) પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં પીએમ મોદી તેને શાબાશી આપતા દેખાઈ રહ્યા છે. આ તસવીર શૅર કરતા કેપ્શનમાં તેણે લખ્યું છે કે, `કેમ બેટમજી? કહીને મોદી સાહેબ ભેટીને મળ્યા અને બે ત્રણ ધબ્બા મારીને આશીર્વાદ આપ્યા… તે કેવી ક્ષણ હતી…`. પીએમ મોદીને મળીને આદિત્ય એકદમ ખુશ દેખાઈ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2024 07:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK