ગુજરાતી કલાકારોએ પોતાના વ્યસ્ત ટાઈમ ટેબલમાંથી પણ ગરબા રમવા માટે સમય કાઢી જ લીધો હતો.
ગુજરાતી કલાકારોના ગરબાની રમઝટ
નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થઈ ગયા છે, ખેલૈયાઓએ મન મુકીને અઢી વર્ષની ગરબા રમવાની કસર પુરી કરી છે. ગુજરાતી કલાકારોએ પણ પોતાના વ્યસ્ત શૂટિંગ ટાઈમ ટેબલમાંથી ગરબા રમવાનો સમય તો કાઢી જ લીધો હતો. `કેસરિયો રંગ તને લાગ્યો..` થી લઈ મેલડી મા ના ડાકલા પર કલાકારો જાણે હિલોળે ચડ્યા હતાં. મલ્હાર ઠાકર, અંજલી બારોટ, યશ સોની, આરોહી પટેલ, મોનલ ગજ્જર અને નિલમ પંચાલ સહિત ગુજ્જુ સેલેબ્સે ગરબાની રમઝટ બોલાવી હતી. અહીં આપણે એક નજર કરીએ આ સેલેબ્સની નવરાત્રીની ઉજવણી પર...
ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરનો આ વીડિયો જોઈ તમને અંદાજ આવી જ જશે કે તેમણે ગરબાનો કેટલો આનંદ લીધો છે. તે અભિનેત્રી આરોહી સાથે ગરબા રમતા જોવા મળ્યો હતો. મલ્હારની પોસ્ટ જોઈને લાગે છે કે તેણે નવરાત્રીની ખુબ જ માણી છે.
ADVERTISEMENT
View this post on Instagram
સ્કેમ 1992 ફેમ અભિનેત્રી અંજલી બારોટ પણ ક્યાં પાછળ રહે તેમ હતી. તે પણ પોતાની આગામી ફિલ્મ `ચબુતરો`ના પ્રમોશન માટે અમદાવાદ પહોંચી હતી અને સાથે સાથે ગરબાનો લ્હાવો લીધો હતો.
View this post on Instagram
તાજેતરમાં આવેલી ફિલ્મ `રાડો` અને `ફક્ત મહિલાઓ માટે` ના અભિનેતા યશ સોનીએ નવરાત્રીની ઉજવણી ફેન્સ સાથે કરી હતી. તેમની હાજરીથી ફેન્સનો ગરબાનો રમવાનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો.
View this post on Instagram
મોસ્ટ ડિઝાયરેબલ અભિનેતા રોનક કામદાર ભલે તેની ફિલ્મ `ચબુતરો`ના પ્રમોશનમાં વ્યસ્ત હતાં, પરંતુ ગરબા માટે તેમણે પણ સમય કાઢી જ લીધો હતો.નોંધનીય છે કે રોનક કામદાર અને અંજલી બારોટ સ્ટારર `ચબુતરો` ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવી રહી છે.
View this post on Instagram
અભિનેત્રી આરોહી પટેલના ઉત્સાહ સામે તો રણવીર સિંહની એનર્જી પણ ફિક્કી પડે. નવરાત્રીના રંગમાં રંગાઈને આરોહી પટેલ શું ગરબે ઝૂમી છે..!
View this post on Instagram
માત્ર ગુજરાતીઓના જ નહીં પણ સાઉથ ભારતીયોના દિલ જીતનારી અભિનેત્રી મોનલ ગજ્જરે પોતાના ગરબાથી બધાને આશ્ચર્ય કરી દીધાં હતા. મન મોહી લે તેવી સુંદરતા અને ઘેરદાર ચણિયા ચોળીમાં ડાકલા પર જે સ્ટેપ કર્યા હતા એ જોઈને અભિનેત્રીના ઉત્સાહનો ખ્યાલ આવી જાય છે.
View this post on Instagram
`ફક્ત મહિલાઓ માટે` ફિલ્મના ડિરેક્ટર જય બોડાસે પણ નોરતાનો આનંદ માણ્યો હતો. તેમણે પોસ્ટ કરેલી તસવીરો પરથી લાગે છે તેમણે પોતાના પ્રિયજનો સાથે ગરબાની રમઝટ બોલાવી હશે.
View this post on Instagram
અભિનેત્રી દીક્ષા જોશી નવરાત્રીના રંગમાં જોવા મળી હતી. પ્રથમ મોરતે વ્હાઈટ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
`21મું ટિફિન` અભિનેત્રી નિલમ પંચાલ તહેવારની ઉજવણી વિશે સોશિયલ મીડિયા પર ફેન્સને વાત કરતી રહેતી હોય છે. નવરાત્રી પર નિલમે પણ પોતાના વ્યસ્ત ટાઈમ ટેબલમાંથી ગરબા રમવામો સમય કાઢી લીધો હતો. આ ઉપરાંત તે પોતાની દીકરી સાથે મેલડી મા ના ડાકલા પર થિરકતી જોવા મળી હતી.
View this post on Instagram
`નાયિકા દેવી` ફિલ્મ અભિનેત્રી ખુશી શાહે પણ નવરાત્રીનો આનંદ લીધો હતો. તે પોતાના મિત્રો સાથે ગરબા રમતી જોવા મળી હતી.
View this post on Instagram