દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ માટે ગુજરાતની I m a Gujju થઇ નોમીનેટ
I m a Gujju
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇને એક સારા સમાચાર મળી રહ્યા છે. નવમાં દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ 2019 માટે ગુજરાતની I m a Gujju ફિલ્મ નોમીનેટ કરવામાં આવી છે. આ અંગેની જાણે ખુદ ફિલ્મના ડિરેક્ટર સન્ની પંચોલીએ કરી હતી. સન્ની પંચોલીએ તેમના ફેસબુક એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી હતી.
દિલ્હીમાં 30 એપ્રિલના રોજ યોજાનાર 9માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2019 માટે ફિલ્મના નોમિનેશનની અંતિમ તારીખ 5 એપ્રિલ હતી. ભારતભરમાંથી આવેલી અનેક ભાષાની ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોક્યુંમેન્ટ્રી ફિલ્મોના રજીસ્ટ્રેશન બાદ નોમીનેશન કરવામાં આવે છે અને ત્યાર બાદ નક્કી થયેલા જજ તેના પર પોતાની પસંદગી ઉતારે છે.
ક્યારે રીલિઝ થઇ હતી I m a Gujju ફિલ્મ
I m a Gujju ફિલ્મ 16 નવેમ્બર 2018ના રોજ ભારતીય સિનેમા ઘરોમાં રીલિઝ થઇ હતી. આ ફિલ્મના ડાયરેક્ટર સન્ની પંચોલી હતા. જ્યારે વિરલ જૈને પ્રોડ્યુસ કરેલી ફિલ્મમાં રોહિત રોય, મનોજ જોષી, સન્ની પંચોલી, પાર્થ થક્કર, શ્રીયા તિવારી અને રૂશિકેશે અભિનય કર્યો હતો. આ એક પેટ્રિયોટીક ડ્રામા ફિલ્મ હતી અને દર્શકોએ આ ફિલ્મને ઘણી વખાણી પણ હતી.

