° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


રહસ્ય અને રોમાંચથી ભરપૂર ગુજરાતી ફિલ્મ `બાગડબિલ્લા` નું `ટ્રેલર રિલીઝ, જુઓ

05 October, 2022 08:07 PM IST | Mumbai
Nirali Kalani

ગુજરાતી દર્શકો જે થ્રીલર ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતાં, તે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચેતન ધનાણી,ઓજસ રાવલ, ચેતન દૈયા અને જોલી રાઠોડ સ્ટારર ફિલ્મ બાગડબિલ્લા (Baagadbillaa)નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

બાગડબિલ્લા ફિલ્મમાં ચેતન ધનાણી

બાગડબિલ્લા ફિલ્મમાં ચેતન ધનાણી

ગુજરાતી દર્શકો જે થ્રીલર ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતાં, તે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચેતન ધનાણી(Chetan Dhanani),ઓજસ રાવલ(Ojas Rawal),ચેતન દૈયા(Chetan Daiya)અને જોલી રાઠોડ(Jolly Rathod)સ્ટારર ફિલ્મ `બાગડબિલ્લા` (Baagadbillaa)નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ `રાડો`, `ફક્ત મહિલાઓ માટે` અને `નાડી દોષ` બાદ એક અલગ જ વિષય સાથે આ ફિલ્મથી લોકોને ગુજરાતી થ્રીલર ફિલ્મની મજા માણવા મળશે.

ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જોઈ શકાય છે, ઘનઘોર અંધારામાં સુમસામ રસ્તા પર એક ગાડી જાય છે, જેમાં શત્રુઘ્ન (ચેતન દૈયા) અને ચિરંજીવી (ચેતન ધનાણી) બેઠેલા હોય છે. શરૂઆતના એ દ્રશ્યથી જ એવું લાગે છે કે આગળ કંઈક થ્રીલર જોવા મળશે. ટ્રેલરમાં આગળ ઓજસ રાવલની એન્ટ્રી થાય છે. ધમાકેદાર મ્યુઝિક અને એક પછી એક આવતાં દ્રશ્યો જોઈ એવું લાગે છે કંઈક ન થવાનું ઘટ્યું છે. ટ્રેલરમાં ફુલઓન એટિટ્યુડમાં અરવિંદ વેગડાની પણ ઝલક જોવા મળે છે. 

ફિલ્મના ટ્રેલર વિશે વાત કરતાં ચેતન ધનાણીએ જણાવ્યું કે `ખુબ જ રોમાંચિત ફિલ્મ .. અને હું પણ આ ફિલ્મ માટે ખુબ જ ઉત્સાહિત છું. આ દિવાળી પર થ્રીલર ફિલ્મથી લોકોને ભરપૂર મનોરંજન પુરૂં પાડવા અમે તૈયાર છીએ. મોટા પડદા પર ફિલ્મ દર્શકોને અચૂક ગમશે એવી અપેક્ષા છે.`

આ ફિલ્મમાં કેટરિના પણ જોવા મળશે. અભિનેત્રી જોલી રાઠોડ ફિલ્મમાં કેટરિનાનું પાત્ર ભજવી રહી છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના મોટા ભાગના પાત્રોના નામ ફિલ્મ સ્ટાર્સના નામ જેવા છે.  અગાઉ માધવ મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ `બાગલબિલ્લા`નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જે ખુબ જ રસપ્રદ હતું. ફિલ્મની એક ઝલકે દરેકને ઉત્સાહિત કર્યા છે. આ ફિલ્મ દ્વારા તમને એક નવી સ્ટોરી જોવા મળશે. રહસ્ય અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મ થ્રીલર કોમેડી છે. ફિલ્મનું નિર્દેશન સચિન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.  

અભિનેતા ચેતન ધનાણીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટિઝર શેર કર્યુ હતું  જેમાં ` આપણે નથી જાણતા..એ નથી, એવું નથી` લખેલું વાક્ય જોવા મળ્યું હતું, જે જોઈને એવું લાગે છે કે ખરેખર આપણે કંઈક નહીં જાણતા હોય તેવું આ ફિલ્મમાં જોવા મળશે.

05 October, 2022 08:07 PM IST | Mumbai | Nirali Kalani

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

રોનક કામદાર-દીક્ષા જોશીના સંબંધમાં આવે છે ‘લકીરો’, જુઓ ટ્રેલર

આજે અમદાવાદમાં યોજાયું ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ

29 November, 2022 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

મૂળસોતાં - ધ રૂટેડ: આદિવાસીઓની મૂળ સાથે જોડાયેલા રહેવાની અહિંસક સંઘર્ષગાથા

વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ધૂમ મચાવી રહી છે ગુજરાતી ડૉક્યુમેન્ટરી

28 November, 2022 10:17 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

‘કચ્છ એક્સપ્રેસ’નું ટીઝર થયું રિલીઝ, જીવનમાં આનંદનો રંગ પૂરવા આવી રહી છે મોંઘી

ફિલ્મમાં અભિનેત્રી માનસી પારેખ મોંઘીનું પાત્ર ભજવી રહી છે

28 November, 2022 09:16 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK