Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૉક્યુમેન્ટરી કી દુનિયા મેં આપકા સ્વાગત હૈ

ડૉક્યુમેન્ટરી કી દુનિયા મેં આપકા સ્વાગત હૈ

29 January, 2023 12:20 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

ડિજિટલ પ્લૅટફૉર્મ પર ચાલતી ગાળની ભરમાર સામે ડૉક્યુમેન્ટરીનું વર્લ્ડ એટલું નૉલેજથી છલોછલ છે જે જોતી વખતે તમને ખરેખર અંદરથી સમૃદ્ધ થયાની ખુશી મળે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડૉક્યુમેન્ટરીનું વર્લ્ડ અદ્ભુત છે, પણ અનફૉર્ચ્યુનેટલી આપણે ત્યાં ડૉક્યુમેન્ટરી જોવાની સિસ્ટમ નથી અને એટલે જ આપણે ઘણી બાબતમાં દુનિયાથી પાછળ રહીએ છીએ, પણ યુરોપ અને અમેરિકા જેવી કન્ટ્રીમાં એક ચોક્કસ વર્ગ છે જે ફિલ્મો જોવાને બદલે ડૉક્યુમેન્ટરી જોવાનું વધારે પ્રિફર કરે છે અને બને છે પણ એ જ સ્તરની ડૉક્યુમેન્ટરી, જેની પાછળ લાખો ડૉલરનો ખર્ચ પણ કરવામાં આવ્યો હોય.

નેટફ્લિક્સ, ઍમેઝૉન પ્રાઇમ, ઍપલ, નૅશનલ જ્યૉગ્રાફી જેવાં અનેક પ્લૅટફૉર્મ એવાં છે જેના પર નિયમિત ડૉક્યુમેન્ટરી આવતી રહે છે. ડૉક્યુમેન્ટરીનું મેકિંગ સ્ટેન્ડર્ડ પણ એ સ્તરનું હોય કે આપણે ખરેખર ચોંકી જઈએ. ડૉક્યુમેન્ટરીની આ વાત શું કામ મેં શરૂ કરી એની પહેલાં વાત કરી લઈએ.નૅશનલ જ્યૉગ્રાફીએ જપાનની એક કંપની સાથે મળીને એક ડૉક્યુમેન્ટરી પર કામ કરવાનું શરૂ કર્યું છે, જે ડૉક્યુમેન્ટરી માટે આવતા વર્ષે બે લોકોને મૂન પર મોકલવામાં આવશે. હા, મૂન પર, ચંદ્ર પર અને એ લોકો ત્યાં જઈને એક વીક સુધી ડૉક્યુમેન્ટરી શૂટ કરશે, જે નૅશનલ જ્યૉગ્રાફી પર દર્શાવવામાં આવશે. આ ડૉક્યુમેન્ટરી માટે નૅશનલ જ્યૉગ્રાફીએ એક સ્પેશ્યલ ટીમ તૈયાર કરી છે, એ ટીમને ટ્રેઇન કરવામાં આવશે કે મૂન પર કેવી રીતે રહેવું અને ત્યાં કામ કેવી રીતે કરવું. એ થયા પછી ટ્રેઇન થયેલી ટીમમાંથી બે જણને સિલેક્ટ કરવામાં આવશે અને સિલેક્ટ થયેલી બે વ્યક્તિ મૂન પર જઈને ડૉક્યુમેન્ટરી શૂટ કરશે. એની આ એક વીક દરમ્યાનની દરેકેદરેક હરકતોને પણ શૂટ કરવામાં આવશે, જે આ ડૉક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવશે. મૂન પરથી પૃથ્વી કેવી દેખાય છે અને પૃથ્વી પર આવેલા મહત્ત્વના દેશ કેવા દેખાય છે એ પણ શૂટ કરવામાં આવશે.


જો એક ડૉક્યુમેન્ટરી માટે આ સ્તરની તૈયારી થતી હોય તો તમે અંદાજ લગાવી શકો કે એને માટે કેવો ખર્ચ આવવાનો હશે. હા, એવો જ તોતિંગ ખર્ચ આવવાનો છે આ ડૉક્યુમેન્ટરી માટે. કહે છે કે આ ડૉક્યુમેન્ટરી ૨૦૦૦ કરોડ રૂપિયાની બનશે. જસ્ટ ઇમેજિન. ૨૦૦૦ કરોડ. આપણે તો એમાં આવતા શૂન્યનો ટોટલ કરવામાં જ પાગલ થઈ જઈએ, પણ આ જોનારો એક ચોક્કસ વર્ગ છે અને એ વર્ગમાં ખરેખર ઇન્ટેલિજન્ટ કહેવાય એવા અબજોપતિઓનો સમાવેશ છે.

આજે દુનિયામાં જેકોઈ મોટા માણસો છે એ ડૉક્યુમેન્ટરી જ જોતા હોય છે તો આપણે ત્યાં પણ એવું જ છે. તમને ખબર નહીં હોય, પણ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ડૉક્યુમેન્ટરીના શોખીન છે, તો મુકેશ અંબાણી પણ ડૉક્યુમેન્ટરીના શોખીન છે. સલમાન ખાન તો સારી ડૉક્યુમેન્ટરી પોતાના ફ્રેન્ડ્સમાં શૅર પણ કરે અને જો કોઈ જુનિયર મળે તો તેની સાથે ડૉક્યુમેન્ટરીની વાતો કરવા પણ બેસી જાય. મેં પણ તેની સાથે ‘સીઝપાઇરસી’ અને મૅરિલિન મનરોની ડૉક્યુમેન્ટરીની ખૂબ વાતો કરી છે. મનરોવાળી ડૉક્યુમેન્ટરી તો તેણે જોઈ પણ નહોતી એટલે મારી પાસે એના વિશે તેણે બહુ વાતો જાણી.


પૉઇન્ટ એ છે કે ડૉક્યુમેન્ટરી જોવી જોઈએ અને જ્યાં સુધી આપણે એ જોઈશું નહીં ત્યાં સુધી આપણી ભાષામાં ડૉક્યુમેન્ટરી બનશે નહીં. અત્યારે જે ડૉક્યુમેન્ટરી હિન્દીમાં જોવા મળે છે એ ડબ થયેલી છે, પણ મારું કહેવું છે કે ડૉક્યુમેન્ટરી આપણે ત્યાં બને, આપણા ટૉપિક પર બને અને આપણે એ જોઈએ. આપણી પાસે ડૉક્યુમેન્ટરી માટેના સેંકડો સબ્જેક્ટ છે. થોડા સમય પહેલાં મનોજ બાજપાયીને લઈને કોહિનૂર ડાયમન્ડ પર એક ડૉક્યુમેન્ટરી બની હતી, જેમાં કોહિનૂરની યાત્રા દેખાડવામાં આવી હતી. કોહિનૂર ક્યાં હતો અને ક્યાં-ક્યાંથી ફરતો એ છેલ્લે ક્વીન એલિઝાબેથ પાસે પહોંચ્યો. આવી જ એક ડૉક્યુમેન્ટરી અમિષ ત્રિપાઠી સાથે ડિસ્કવરી ચૅનલે બનાવી હતી, જેમાં રામાયણનાં તથ્યો ચકાસવામાં આવ્યાં હતાં. ઇતિહાસકારો સાથે અમિષે વાતો કરી હતી, તો જે વાતો રામાયણમાં કરવામાં આવી છે એ વાતો મુજબ અત્યારે જે-તે જગ્યાએ શું છે ત્યાં એ રૂબરૂ ગયો અને બધું શૂટ થયું.

અયોધ્યામાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો એ સ્થળથી છેક શ્રીલંકાના રાવણના મહેલ સુધીની આ જર્ની એટલી અદ્ભુત રીતે દર્શાવવામાં આવી છે કે એ જોતી વખતે ખરેખર આપણી આંખો પહોળી થઈ જાય. હું કહીશ કે આજના આ ડિજિટલ યુગમાં ડૉક્યુમેન્ટરી એક એવું સબળ માધ્યમ છે જે તમે ફૅમિલી સાથે બેસીને પૂરેપૂરા આનંદ સાથે એની મજા માણી શકો છો અને આ જ મજા સાચી મજા છે. ફિલ્મોની મજા માણવા કરતાં તો બહેતર છે કે વાસ્તવિક વિશ્વનો આનંદ લઈએ અને ઓટીટી પ્લૅટફૉર્મ પર ચાલતી ગાળાગાળની દુનિયાથી દૂર પણ રહીએ અને નૉલેજની દુનિયા ખોલીએ.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 12:20 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK