° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


પહેલી વાર ગુજરાતી પાત્રમાં દેખાશે અમિતાભ

20 May, 2022 09:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આનંદ પંડિતની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં તેઓ નાનકડી ભૂમિકામાં દેખાશે

અમિતાભ બચ્ચન Gujarati Film

અમિતાભ બચ્ચન


આનંદ પંડિતની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં અ​મિતાભ બચ્ચન ગુજરાતી પાત્ર ભજવતા જોવા મળશે. તેમણે અગાઉ ‘ચેહરે’માં સાથે કામ કર્યું હતું અને તેઓ ફરી સાથે કામ કરી રહ્યા છે. યશ સોની અને દીક્ષા જોષીની ‘ફક્ત મહિલાઓ માટે’માં​ અમિતાભ બચ્ચન નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આનંદ પંડિત હવે મરાઠી અને ગુજરાતી ફિલ્મોને પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે. વિશાલ શાહ સાથે તેમણે આ ગુજરાતી ફિલ્મને પ્રોડ્યુસ કરી છે જેને જય બોડાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ૧૯ ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી આ એક ફૅમિલી સેન્ટ્રિક કૉમેડી ફિલ્મ છે. આ વિશે આનંદ પંડિતે કહ્યું હતું કે ‘અમિતજી વગર એક પણ પ્રોજેક્ટ વિશે વિચારવું પણ મુશ્કેલ છે. તેઓ મારા સારા ફ્રેન્ડ, મેન્ટર અને ગાઇડ છે. મેં તેમને જ્યારે ‘ફક્ત મહિલાઓ માટે’માં નાનકડી ભૂમિકા માટે પૂછ્યું કે તેમણે તરત જ હા પાડી દીધી હતી. તેમણે મને કોઈ સવાલ નહોતો કર્યો. 
ન તો સ્ક્રિપ્ટ માગી, ન તો ડિરેક્ટર 
વિશે પૂછ્યું. તેઓ સીધા સેટ પર 
આવી ગયા હતા. આ પહેલી વાર છે કે ​અમિતજી ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે. સેટ પર અમિતજીની હાજરીથી દરેક જણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા, જેમાં મારા કો-પ્રોડ્યુસર વિશાલ શાહની સાથે કાસ્ટ અને ક્રૂનો પણ સમાવેશ થાય છે. અમિતજીએ સેટ પર જ્યારે સ્ક્રિપ્ટ સાંભળી હતી ત્યારે તેઓ એ ટ્વિસ્ટને લઈને ખૂબ જ હસ્યા હતા. તેઓ હંમેશાંની જેમ સેટ પર સમયસર આવી ગયા હતા અને તેમનું કામ 
પૂરું કર્યું હતું. તેમને ખૂબ જ સારું ગુજરાતી બોલતા જોઈને બધા સરપ્રાઇઝ થઈ ગયા હતા. જોકે ઘણા ઓછા લોકોને ખબર હશે કે તેઓ કોઈ પણ ભાષાને જલદીથી પકડી લે છે. મેં તેમને ‘લાવારિસ’ના એક દૃશ્યમાં ઘણી ભાષા સાથે બોલતા જોયા હતા. એ દિવસે મને નહોતી જાણ કે તેઓ મારા માટે મારી ગુજરાતી ફિલ્મમાં કામ કરશે.’

20 May, 2022 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

ગુજરાતી મિડ-ડે સાથે પરિણીતિએ મલ્હારને ખાસ વીડિયો સંદેશ દ્વારા પાઠવી બર્થડે વિશ

પરિણીતિ ચોપરાએ વીડિયો શેર કરી મલ્હાર ઠાકરને જન્મદિવસ પર અદ્ભુત સરપ્રાઇઝ આપી છે. આ સરપ્રાઇઝમાં જુઓ મલ્હારની ડ્રીમ ગર્લ પરિણીતિએ મલ્હારને શું કહ્યું?

28 June, 2022 08:42 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

વિજયગીરી બાવા: ખેડૂતપુત્રથી લઈ 21મું ટિફિન જેવી ફિલ્મના ડિરેક્ટર બનવા સુધીની સફર

સામાજીક નિસ્તબત ધરાવતી ફિલ્મ `મહોતુ`, 21મું ટિફિન અને `મોન્ટુની બિટ્ટુ` જેવી ફિલ્મ ડિરેક્ટ કરનાર વિજયગીરી બાવા સાથે ખાસ વાતચીત.

28 June, 2022 08:20 IST | Mumbai | Nirali Kalani

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK