Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > AICFF: ડિસેમ્બરમાં યોજાશે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિ

AICFF: ડિસેમ્બરમાં યોજાશે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિ

23 November, 2023 05:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8,9 અને 10 ડિસેમ્બર 2023ના રોજ યોજાશે

ડિસેમ્બરમાં યોજાશે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિ

ડિસેમ્બરમાં યોજાશે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિ


અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8,9 અને 10 ડિસેમ્બર 2023ના રોજ યોજાશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરના બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરું પાડે છે. 


AICFF એક વાર્ષિક ઇવેન્ટ છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ફોર્મેટ પર આધારિત છે, આ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે અલગ અલગ પ્રવૃતિઓ સાથે યોજાશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8મી ડિસેમ્બરે ઓપનિંગ દિવસથી શરૂ કરીને ઓપનિંગ ફિલ્મ, રેડ કાર્પેટ સાથે ઓપનિંગ સેરેમની યોજાશે.



બીજા દિવસે વિવિધ દેશોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં માસ્ટર ક્લાસ, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, લેખકો અને દુનિયાભરના ફિલ્મ ના સર્જકો મોટી સંખ્યામાં હાજરી આપશે. ત્રીજો દિવસ કલોઝિંગ ફિલ્મ, એવૉર્ડ નાઇટ અને સમાપન સમારોહ સાથે પૂર્ણ થશે. આ ફેસ્ટિવલ એક સ્પર્ધાના ફૉર્મેટમાં છે તેથી છેલ્લા દિવસે દુનિયાભરની પ્રતિભાઓને એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે.


AICFF એ એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિશ્વભરમાંથી બાળકો અને યુવાનોને સંબંધિત કન્ટેન્ટને રજૂ કરવામાં આવે છે. 2019, 2020, 2021 અને 2022માં AICFFને વિશ્વભરમાંથી લગભગ 500થી વધુ ફિલ્મો મળી છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઑફ કોરિયા અને ઑસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ છે.

આ વર્ષની વિવિધ કેટેગરી અને એવોર્ડ્સ


બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એનિમેશન ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ચાઈલ્ડ એક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર અને ગોલ્ડન કાઈટ એવોર્ડ, સિલ્વર કાઈટ એવોર્ડ અને બ્રોન્ઝ કાઈટ એવોર્ડ તરીકે વિશેષ એવોર્ડ્સ.

આ વર્ષે ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે, જેઓ બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચુક્યા છે, તેમની પ્રથમ ફિલ્મ `ઢ` રાષ્ટ્રીય પુરસ્કાર જીતી છે અને આ વર્ષે તેમની ફિલ્મ `ગાંધી ઍન્ડ કંપની`એ રાષ્ટ્રીય પુરસ્કારમાં ભારતની શ્રેષ્ઠ બાળ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. જ્યુરી સભ્યો આરતી પટેલ, ગિરીશ મકવાણા તથા શિલાદિત્ય બોરા છે અને જાણીતા નિર્દેશક નિર્માતા અભિષેક જૈન આ વર્ષે સલાહકાર તરીકે જોડાયા છે.

આ ફેસ્ટિવલ વિશે મનીષ સૈનીએ જણાવ્યું કે, “મને ખબર નથી કે આપણે બધા આપણી આવનારી પેઢી માટે કેટલું યોગદાન આપીએ છીએ, પરંતુ સિનેમાના સર્જનાત્મક ક્ષેત્રમાં હોવાથી સમાજમાં યોગદાન આપવું એ આપણી જવાબદારી છે. હું ફિલ્મો બનાવવાનું પસંદ કરું છું અને આપણી આગામી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે, આપણે બધાને પ્રેરણાની જરૂર છે અને આવા અનુભવ સાથે આપણે આવા ફેસ્ટિવલનો ભાગ બનવું જોઈએ.”

ફેસ્ટિવલના સ્થાપક ચેતન ચૌહાણએ કહ્યું કે, “AICFF એ આપણી આગામી પેઢી માટે અમે શરૂ કરેલ પહેલમાની એક છે. અમે દૃઢપણે માનીએ છીએ કે દરેક વ્યક્તિની એક વાર્તા હોય છે, ખાસ કરીને અમારી નવી પેઢી પાસે અને એક વાર્તાનાયક તરીકે દરેક બાળકને સાંભળવા જોઈએ અને સમાજ તરીકે આપણે તેમને તેમની પ્રતિભા કેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. હું એંજલ ઇન્વેસ્ટર મિલાપસિંહ જાડેજાનો પણ આભાર માનું છું કે તેઓ આ વર્ષે તહેવારને સમર્થન આપવા આગળ આવ્યા.”

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના ડિરેક્ટર ડૉ. સાવન ગોડિયાવાલાએ કહ્યું કે, “AMA એટલે એકધારું અને સતત ચાલતું શિક્ષણ અને અમે તમામ હિતધારકોની વિવિધ તાલીમ, મંચ અને કાર્યક્રમો દ્વારા શિક્ષણની જરૂરિયાતોને સતત સમર્થન આપીએ છીએ. ફિલ્મ ફેસ્ટિવલ આવી જ એક ઇવેન્ટ છે, જ્યાં અમે યુવા પેઢીને મનોરંજન સાથે શિક્ષણ પણ મળે એનો આગ્રહ રાખીએ છીએ. AMA ખાતે આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું પ્રદર્શન એક ગર્વની ક્ષણ છે અને હું ઈચ્છું છું કે અમદાવાદના તમામ નાગરિકો તેનો મહત્તમ લાભ લે.”

ઉલ્લેખનીય છે કે દરેક ઇચ્છુકે ફેસ્ટિવલમાં ફ્રી એન્ટ્રી માટે AMA ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2023 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK