હીરામંડી ગીત `તિલસ્મી બહેન`ના રિલીઝ પછી, સોનાક્ષી સિંહાએ ગઈકાલે સાંજે બાંદ્રામા ફેન્સની મુલાકાત લીધી હતી. મુંબઈના ગેઈટી સિનેમાની બહાર અભિનેત્રીની એક ઝલક જોવા માટે લાખો ચાહકો એકઠાં થયાં હતા. સંજય લીલા ભણસાલીની બહુચચર્ચિત વૅબ સિરીઝ `હીરામંડી` પહેલી મે ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.