દોઢ દિવસ સુધી ગણેશ મૂર્તિનું સ્વાગત કર્યા બાદ શિલ્પા શેટ્ટી હવે બાપ્પાને વિદાય આપી છે. શિલ્પા શેટ્ટીના ગણપતિ વિસર્જનના વીડિયો હવે સામે આવ્યા છે, અને આ વીડિયોમાં અભિનેત્રી તેના પતિ રાજ કુન્દ્રા, બાળકો અને તેની બહેન શમિતા શેટ્ટી સાથે દેખાઈ રહી છે. ગણપતિ વિસર્જન માટે, શિલ્પા અને રાજે ઓરેન્જ પ્રિન્ટવાળી યલો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે શમિતા લીલા રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. સંપૂર્ણ વીડિયો અહીં જુઓ.