ગુરુવારે મુંબઈમાં `ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ`ની સ્ટાર્સ સ્ટડેડ સ્ક્રીનિંગ યોજાઈ હતી. ફિલ્મના કલાકારોમાં રોહિત સરાફ, પશ્મિના રોશન, જિબ્રાન ખાન અને નેહા ગ્રેવાલનો સમાવેશ થાય છે. સ્ક્રીનિંગમાં હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, સાકિબ સલીમ, દર્શન રાવલ, વરુણ શર્મા, જોનીતા ગાંધી, પલક તિવારી, આકાંક્ષા રંજન કપૂર, અનુષ્કા રંજન કપૂર સાથે આદિત્ય સીલ અને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ જેવા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી.