નીના ગુપ્તા (Neena Gupta) એક બહુ જ સારાં અભિનેત્રી છે ખાસ્સાં બિંધાસ્ત પણ છે. તેમની જિંદગી વિશેની કોઇ વાત તેમણે ક્યારેય છાની નથી રાખી. તેમની ફિલ્મ ઉંચાઈની (Uunchai) રિલીઝ ટાણે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી. ફિલ્મમાં તેમના પાત્રની જર્ની, પર્સનલ લાઈફમાં મિત્રોનું સ્થાન અને સ્ત્રીની વધતી ઉંમર સાથે તેની સેક્સ્યુઅલ ડિઝાયર અંગે તેમણે ખુલીને વાત કરી.