Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હની સિંહની પુણે કૉન્સર્ટ વિવાદમાં અટવાઈ

હની સિંહની પુણે કૉન્સર્ટ વિવાદમાં અટવાઈ

Published : 03 April, 2026 10:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચંડીગઢના એક રહેવાસીએ પુણે પોલીસ કમિશનરને પત્ર લખીને કેટલાક મુદ્દાઓ પર વાંધો ઉઠાવ્યો હતો

હની સિંહની ૪ એપ્રિલે પુણેમાં મહાલક્ષ્મી લૉન્સમાં યોજાનારી કૉન્સર્ટ વિવાદમાં અટવાઈ છે

હની સિંહની ૪ એપ્રિલે પુણેમાં મહાલક્ષ્મી લૉન્સમાં યોજાનારી કૉન્સર્ટ વિવાદમાં અટવાઈ છે


હની સિંહની ૪ એપ્રિલે પુણેમાં મહાલક્ષ્મી લૉન્સમાં યોજાનારી કૉન્સર્ટ વિવાદમાં અટવાઈ છે. હાલમાં ચંડીગઢના એક રહેવાસીએ પુણે પોલીસ કમિશનરને પત્ર લખીને કેટલાક મુદ્દાઓ પર વાંધો ઉઠાવ્યો છે. ફરિયાદમાં સુરક્ષાવ્યવસ્થા અને કાર્યક્રમમાં રજૂ થનારી સામગ્રી બન્ને વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ફરિયાદકર્તાએ અધિકારીઓને કાર્યક્રમ પહેલાં જ જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે.

ફરિયાદમાં સૌથી મોટો મુદ્દો ‘ચાર બૉટલ વૉડકા’ અને ‘મિલ્યનેર’ જેવાં લોકપ્રિય ગીતો છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગીતો દારૂ અને સંબંધિત વસ્તુઓને પ્રોત્સાહન આપે છે. કૉન્સર્ટમાં સગીરોને પણ આવવાની મંજૂરી છે એથી આ ગીતોની તેમની પર નકારાત્મક અસર થઈ શકે છે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ગીતો પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ કરવામાં આવી છે.



આ અરજીમાં સાથે-સાથે સ્ટેજ-પર્ફોર્મન્સની સુરક્ષા વિશે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તાજેતરમાં મુંબઈમાં એક શોમાં સ્ટેજ પર કાર લાવવામાં આવી હતી જેના કારણે જોખમી ઘટના બની શકે છે. ફરિયાદકર્તાએ ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિઓ ગંભીર અકસ્માત સર્જી શકે છે એથી પુણેની કૉન્સર્ટમાં સ્ટેજ પર કોઈ વાહન ન લાવવાની માગણી કરવામાં આવી છે. આ મુદ્દો વધુ મહત્ત્વનો બન્યો છે, કારણ કે હની સિંહની મુંબઈ કૉન્સર્ટ દરમ્યાન લેઝર લાઇટ્સનો યોગ્ય પરવાનગી વિના ઉપયોગ કરવાના આરોપો પણ લાગ્યા હતા. પુણેમાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થવાના કારણે સુરક્ષા-નિયમોનું કડક પાલન કરવાની માગણી વધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK