Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યામી અને આદિત્ય મારું ફેવરિટ બૉલીવુડ કપલ છે : કંગના રનોટ

યામી અને આદિત્ય મારું ફેવરિટ બૉલીવુડ કપલ છે : કંગના રનોટ

11 February, 2024 12:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યામી ગૌતમ ધર અને તેના હસબન્ડ આદિત્ય ધરને પોતાનું ફેવરિટ બૉલીવુડ કપલ ગણાવ્યું છે કંગના રનોટે. યામીએ પ્રેગ્નન્ટ હોવાના ગુડ ન્યુઝ પણ આપ્યા છે.

કંગના રનોટ

કંગના રનોટ


યામી ગૌતમ ધર અને તેના હસબન્ડ આદિત્ય ધરને પોતાનું ફેવરિટ બૉલીવુડ કપલ ગણાવ્યું છે કંગના રનોટે. યામીએ પ્રેગ્નન્ટ હોવાના ગુડ ન્યુઝ પણ આપ્યા છે. આદિત્યની ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર હાલમાં લૉન્ચ થયું છે. આ ફિલ્મમાં યામી લીડ રોલમાં છે. ફિલ્મમાં કાશ્મીરની વાસ્તવિકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ એની પ્રશંસા કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું છે, ‘મિસ્ટર ધરમાં અતિશય પ્રામાણિકતા અને ટૅલન્ટ છે. સાથે જ યામી ગૌતમ પણ અદ્ભુત છે. એમાં કોઈ શંકા નથી કે તેઓ મારું ફેવરિટ બૉલીવુડ કપલ છે. ‘આર્ટિકલ 370’નું ટ્રેલર પ્રશંસનીય છે. તેમને શુભેચ્છા આપું છું. સાથે જ પ્રેગ્નન્સી બદલ પણ તેને અભિનંદન આપું છું. તેમને માટે ખૂબ ખુશી થઈ રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK