ડિરેક્ટર સિદ્ધાર્થ કહે છે, ‘અમે યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં જુનૈદની રાહ જોઈ રહ્યા હતા. એ વખતે તેણે મને કૉલ કર્યો અને કહ્યું કે મને સિક્યૉરિટી ગાર્ડ અંદર આવવા નથી દેતા.
જુનૈદ ખાન
આમિર ખાનના દીકરા જુનૈદ ખાને ફિલ્મ ‘મહારાજ’થી ઍક્ટિંગમાં એન્ટ્રી કરી છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ અને સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કરસનદાસ મૂળજીનો રોલ કરીને જુનૈદે ખૂબ પ્રશંસા મેળવી છે. ડિરેક્ટર સિદ્ધાર્થે તેની વિનમ્રતાનાં ખૂબ વખાણ કર્યાં છે. તેનો સ્વભાવ પણ ખૂબ સરળ છે અને સેટ પર કોઈ પ્રકારનાં તેનાં નખરાં નહોતાં. ડિરેક્ટરનું કહેવું છે કે તે સેટ પર રિક્ષામાં આવતો હતો અને લોકો પૂછતા હતા કે આ આમિરનો દીકરો છે? એક વખત જુનૈદ યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં રિક્ષામાં આવ્યો હતો એટલે તેને એન્ટ્રી નહોતી મળી. એ વિશે ડિરેક્ટર સિદ્ધાર્થ કહે છે, ‘અમે યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં જુનૈદની રાહ જોઈ રહ્યા હતા. એ વખતે તેણે મને કૉલ કર્યો અને કહ્યું કે મને સિક્યૉરિટી ગાર્ડ અંદર આવવા નથી દેતા. મેં તેને કહ્યું કે સિક્યૉરિટીને કહે કે હું ફિલ્મનો હીરો છું. તો તેણે કહ્યું કે સિક્યૉરિટી ગાર્ડને મારી વાત પર ભરોસો નથી.’

