Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sara Ali Khan: હોટેલના સ્ટાફ સાથે ચકાચક પર ઝૂમી ઉઠી, જુઓ વીડિયો

Sara Ali Khan: હોટેલના સ્ટાફ સાથે ચકાચક પર ઝૂમી ઉઠી, જુઓ વીડિયો

13 January, 2022 04:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ લૂકાછુપી-2ના સંબંધમાં ઈન્દોર આવેલી ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાનનો (Sara Ali Khan)ડાન્સ વીડિયો વાયરલ થયો છે.

સારા અલી  ખાન

સારા અલી ખાન


ફિલ્મ લૂકાછુપી-2ના સંબંધમાં ઈન્દોર આવેલી ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાનનો (Sara Ali Khan)ડાન્સ વીડિયો વાયરલ થયો છે. તે હોટલ સ્ટાફ સાથે `હાય ચકચક-ચકચક હૂં મેં` પર ડાન્સ કરી રહી છે. બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વિકી કૌશલ (Vicky Kaushal) છેલ્લા કેટલાક દિવસોથી ઈન્દોરમાં છે. આ ફિલ્મનું શૂટિંગ લગભગ એક મહિનાથી ચાલી રહ્યું છે.

અભિનેત્રી સારા અલી ખાન શહેરની એક પ્રખ્યાત હોટલમાં રોકાઈ છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તે ફિલ્મના શૂટિંગના સંબંધમાં ઈન્દોર પહોંચી હતી અને હોટેલ સ્ટાફે તેનું પોતાનું ગીત `હાય ચકચક-ચકચક હૂં મેં` વગાડીને તેનું સ્વાગત કર્યું હતું. આ ગીત પર સ્ટાફ પણ ડાન્સ કરી રહ્યો હતો, જેને જોઈને સારા પોતાને રોકી શકી નહીં અને તેમની સાથે ડાન્સ કર્યો. હવે સ્થિતિ એવી છે કે સારા જે પણ સેટ પર શૂટિંગ માટે જાય છે, તેના ફેન્સ આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે.




એક્ટર વિકી કૌશલ પણ શૂટિંગમાં સાથે છે. હાલમાં જ તેની પત્ની કેટરિના કૈફ તેને મળવા ઈન્દોર પહોંચી હતી. લગ્નને એક મહિનો પૂરો થવા પર બંનેએ હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં વિક્કીએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. વિકીનો ડાન્સ પણ વાયરલ થયો હતો. તે બંને લૂકાછુપી 2`માં એક મધ્યમવર્ગીય પરિવારના સભ્યની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના મોટાભાગના દ્રશ્યો ઈન્દોર શહેરના જ અલગ-અલગ વિસ્તારોમાં શૂટ કરવામાં આવ્યા છે. સારા અલી ખાનની સંભાળ લેવા તેની માતા અમૃતા સિંહ પણ ઈન્દોર પહોંચી હતી. હાલમાં જ જુના ઈન્દોર વિસ્તારમાં યોગ સેન્ટરનો સેટ તૈયાર કરીને શૂટિંગ કરવામાં આવ્યું હતું. અભિનેતા વિકી કૌશલ આ ફિલ્મમાં યોગ શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2022 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK