Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનિલ કુંબલે શાંત, વિનમ્ર અને ગૌરવથી ભરપૂર અદ્ભુત વ્યક્તિ

અનિલ કુંબલે શાંત, વિનમ્ર અને ગૌરવથી ભરપૂર અદ્ભુત વ્યક્તિ

Published : 16 April, 2026 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુપમ ખેરે ઍરપોર્ટ પર ભૂતપૂર્વ ક્રિકેટરની મુલાકાતને સુંદર સરપ્રાઇઝ ગણાવી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


અનુપમ ખેરની તાજેતરમાં ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે સાથે ઍરપોર્ટ પર મુલાકાત થઈ હતી. અનુપમ ખેરે આ મુલાકાતને લઈને એક ભાવુક પોસ્ટ શૅર કરી છે, જેમાં તેમણે આ મુલાકાતને એક સુંદર સરપ્રાઇઝ ગણાવી છે.

પોતાની પોસ્ટમાં અનુપમ ખેરે લખ્યું છે, ‘દુનિયા અનિલ કુંબલેને ભારતના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક તરીકે ઓળખે છે, પરંતુ તેમની અંદર એક અદ્ભુત વ્યક્તિ પણ વસે છે જે શાંત, વિનમ્ર અને ગૌરવથી ભરપૂર છે. આ મુલાકાત દરમિયાન મને ફરી એક વાર તેમની સરળતા અને સંસ્કારિતાનો અનુભવ થયો. થોડા સમય પહેલાં મને અનિલ કુંબલે અને તેમની પત્ની ચેતનાએ કરેલા સુંદર સંસ્કૃત પાઠ સાંભળવાનો મોકો મળ્યો હતો. આ અનુભવ ખૂબ જ પ્રભાવશાળી હતો અને મારા મન પર લાંબા સમય સુધી અસર છોડી ગયો. આજના ઝડપી સમયમાં જ્યારે લોકો પોતાની મૂળ સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે ત્યારે અનિલ કુંબલે અને તેમની પત્ની ખરા દિલથી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યાં છે અને એની ઉજવણી કરી રહ્યાં છે. તેઓ ભારતીય વારસાનાં સાચાં સાંસ્કૃતિક દૂત છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK