પલ્લવી જોષીએ જણાવ્યું છે કે તેમણે ‘ધ વૅક્સિન વૉર’ને ગર્વ સાથે બનાવી છે. આ ફિલ્મમાં પલ્લવીની સાથે અનુપમ ખેર, નાના પાટેકર, રાયમા સેન, મોહન કપૂર, નિવેદિતા ભટ્ટાચાર્ય અને સપ્તમી ગૌડા પણ લીડ રોલમાં છે
પલ્લવી જોશી
પલ્લવી જોષીએ જણાવ્યું છે કે તેમણે ‘ધ વૅક્સિન વૉર’ને ગર્વ સાથે બનાવી છે. આ ફિલ્મમાં પલ્લવીની સાથે અનુપમ ખેર, નાના પાટેકર, રાયમા સેન, મોહન કપૂર, નિવેદિતા ભટ્ટાચાર્ય અને સપ્તમી ગૌડા પણ લીડ રોલમાં છે. કોવિડ કાળ દરમ્યાન દેશમાં બનેલી વૅક્સિનની સ્ટોરી આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને પલ્લવીના હસબન્ડ વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ વિશે પલ્લવી જોશીએ કહ્યું કે ‘વિવેક હંમેશાં સારો ડિરેક્ટર રહ્યો છે. તેની સાથે કામ કરવાનો અનુભવ તો હંમેશાં સારો રહ્યો છે. અમારી આ ત્રીજી ફિલ્મ છે અને તેની સાથે કામ કરવાની પણ મજા આવે છે. અમારા માટે આ સ્પેશ્યલ ફિલ્મ છે. ડૉક્ટર ભાર્ગવ કે જેમણે અમારી ટીમ સાથે દિવસ-રાત કામ કર્યું હતું તેમણે આપણી વૅક્સિન બનાવી છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન અમને ગર્વનો એહસાસ થતો હતો. દરેક કલાકાર પણ પોતાના કૅરૅક્ટરને ન્યાય આપવા માગતા હતા. વિવેક અને અમારી રિસર્ચ ટીમે સાયન્ટિસ્ટ્સના ઇન્ટરવ્યુ લીધા હતા અને તેમણે આ પ્રોજેક્ટમાં ખૂબ સમર્પણ આપ્યું છે. તેમના યોગદાન વગર અમે આ ફિલ્મ ન બનાવી શક્યા હોત. આ ફિલ્મ ભારતીય નારીવાદ પર કેન્દ્રિત છે. આપણી મિડલ ક્લાસ મહિલાઓની સિદ્ધિને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે જે ઘરની, સાસરાની, પોતાનાં બાળકોની કાળજી લે છે અને સાથે જ પોતાના પ્રોફેશનમાં પણ તે માહેર છે. એથી હું એમ કહીશ કે આ ફિલ્મ તેમના માટે બનાવી છે.’

