‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ આરોપ કર્યો છે કે મારી ફિલ્મોની ચર્ચા ન કરવા માટે લોકોને પૈસા આપવામાં આવ્યા છે. તેની ‘ધ વૅક્સિન વૉર’ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
વિવેક અગ્નિહોત્રી
‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ આરોપ કર્યો છે કે મારી ફિલ્મોની ચર્ચા ન કરવા માટે લોકોને પૈસા આપવામાં આવ્યા છે. તેની ‘ધ વૅક્સિન વૉર’ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, નાના પાટેકર, પલ્લવી જોષી, રાયમા સેન, સપ્તમી ગોવડા, ગિરજા ઓક, નિવેદિતા ભટ્ટાચાર્ય અને મોહન કપૂર લીડ રોલમાં દેખાશે. તેની ફિલ્મોની ચર્ચા નથી થતી એ વિશે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘મારી ફિલ્મ ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જૅમ’ રિલીઝ થઈ ત્યારે યુટ્યુબ પર માત્ર ૫૦-૧૦૦ લોકોએ એનો રિવ્યુ કર્યો. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ માટે અમારી પાસે લિમિટેડ રિસોર્સિસ હતા અને એ માત્ર ૧૭૫ થિયેટર્સમાં જ રિલીઝ થઈ હતી. હાલમાં જો તમે માત્ર ‘જવાન’ લખશો તો લગભગ દસ હજાર લોકો એનો રિવ્યુ કરવા આગળ આવી જશે. લોકો યુટ્યુબ પર ખૂબ સક્રિય રહે છે. જોકે જ્યારે અગત્યની ફિલ્મ જેવી કે ‘ધ વૅક્સિન વૉર’ આવે અને એ પણ ત્યારે જ્યારે મારી ફિલ્મે ૩૫૦ કરોડનો બિઝનેસ કર્યો હોય અને એણે લોકો પર અસર પાડી હોય. તો કોઈ મારી ફિલ્મ વિશે ચર્ચા કરવા આગળ નહીં આવે, કારણ કે તેમને પૈસા આપવામાં આવ્યા છે અને અમારા નામનો ઉલ્લેખ કરવા પર પ્રતિબંધ મુકાયો છે.’
‘ધ કશ્મીર ફાઇલ્સ’ની સીક્વલ બનાવવાની તેને વિનંતી કરવામાં આવતી હતી એ વિશે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘મારી ‘ધ કશ્મીર ફાઇલ્સ’ બાદ દરેક સ્ટુડિયો મને બસોથી ત્રણસો કરોડ આપવા માટે તૈયાર હતા અને દરેક સ્ટાર મને પર્સનલી કૉલ કરીને કહેતા હતા કે તેઓ મારી ‘ધ દિલ્હી ફાઇલ્સ’ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના બીજા ભાગમાં કામ કરવાની ઇચ્છા રાખે છે. કોઈ પણ ‘ધ કશ્મીર ફાઇલ્સ 2’ બનાવી શકે છે.’


