વિક્રાન્ત મેસી અને શીતલ ઠાકુર દીકરા વરદાન સાથે ડેન્માર્કના કોપનહેગનમાં ફૅમિલી વેકેશન માણી રહ્યાં છે. શીતલે વેકેશનની તસવીરો શૅર કરી ચાહકોને સફરની ઝલક દેખાડી છે.
વિક્રાંત મેસી ફેમિલી વેકેશન
અભિનેતા વિક્રાન્ત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુર હાલમાં દીકરા વરદાન સાથે ડેન્માર્કના સુંદર શહેર કોપનહેગનમાં ફૅમિલી વેકેશન માણી રહ્યાં છે. શીતલે સોશ્યલ મીડિયા પર વેકેશનની અનેક મનમોહક તસવીરો શૅર કરીને ચાહકોને તેમના પ્રવાસની ઝલક દેખાડી છે. આ તસવીરોમાં વિક્રાન્ત અને શીતલ કોપનહેગનની ગલીઓમાં સેલ્ફી લેતાં, શહેરની સફર માણતાં અને પોતાના નાનકડા દીકરા સાથે આનંદભરી ક્ષણો વિતાવતાં જોવા મળે છે.
