આ ફિલ્મમાં નાના પાટેકર પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે
શાહિદ કપૂર
શાહિદ કપૂર હાલમાં ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજની ‘ઓ રોમિયો’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે. હવે રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં વિક્રાન્ત મેસી, તમન્ના ભાટિયા અને દિશા પાટનીને પણ મહત્ત્વના સપોર્ટિંગ રોલમાં સાઇન કરી લેવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં નાના પાટેકર પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. સાજિદ નાડિયાદવાલાના પ્રોડક્શન-હાઉસના બૅનર હેઠળ બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે ૧૩ ફેબ્રુઆરી એટલે કે વૅલેન્ટાઇન્સ ડેના અવસરે રિલીઝ થશે. ફિલ્મના રિલીઝ-ટાઇમિંગ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ એક રોમૅન્ટિક ડ્રામા હોઈ શકે છે.


