આ તસવીરોમાં વિદ્યા પોતાની વય કરતાં ઘણી યુવાન દેખાઈ રહી છે
વિદ્યા બાલન
વિદ્યા બાલન ૪૬ વર્ષની થઈ ગઈ છે અને તે મોટા ભાગે સાડી કે પછી ભારતીય વસ્ત્રોમાં જોવા મળે છે. જોકે હાલમાં વિદ્યાએ એક મૅગેઝિનના કવર માટે શૂટ કરતી વખતે વેસ્ટર્ન આઉટફિટ અને શૉર્ટ હેરસ્ટાઇલવાળો લુક અપનાવ્યો હતો. આ તસવીરોમાં વિદ્યા પોતાની વય કરતાં ઘણી યુવાન દેખાઈ રહી છે. વિદ્યા આ લુકમાં છવાઈ ગઈ છે અને તેની આ તસવીરો જોઈને ફૅન્સ તેના પર ફિદા થઈ રહ્યા છે.

