આ ફિલ્મની ટક્કર સિદ્ધાર્થ કપૂર અને જાહ્નવી કપૂરની પરમ સુંદરી સાથે થાય એવી શક્યતા
પરિણીતા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર અભિનીત ‘પરમ સુંદરી’ની રિલીઝ ડેટને ‘સન ઑફ સરદાર 2’ સાથેની ટક્કરને ટાળવા માટે આગળ ઠેલવામાં આવી હતી. અગાઉ આ ફિલ્મ ૨૫ જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ ‘સૈયારા’ અને ‘સન ઑફ સરદાર 2’ને કારણે મેકર્સે એને ૨૯ ઑગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લીધો, પરંતુ હવે આ નવી તારીખે વિદ્યા બાલન અને સૈફ અલી ખાન અભિનીત ૨૦ વર્ષ જૂની ફિલ્મ ‘પરિણીતા’ની રીરિલીઝ સાથે ટક્કર થવાની સંભાવના છે.
પ્રદીપ સરકાર દ્વારા નિર્દેશિત અને વિધુ વિનોદ ચોપડા દ્વારા નિર્મિત ‘પરિણીતા’ ૨૦૦૫માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા વિદ્યા બાલને બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ મ્યુઝિકલ રોમૅન્ટિક-ડ્રામા ફિલ્મ ૨૯ ઑગસ્ટે રીરિલીઝ થવાની છે જે એક અઠવાડિયા માટે થિયેટરોમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ 8K રેઝોલ્યુશન અને 5.1 સરાઉન્ડ સાઉન્ડ સાથે રજૂ કરવામાં આવશે જે દર્શકોને એક નવો અનુભવ આપશે.


