Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાત દિવસ, ૩૭ કરોડ રૂપિયા

સાત દિવસ, ૩૭ કરોડ રૂપિયા

10 June, 2023 02:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલ અને સારા ની ‘ઝરા હટકે ઝરા બચકે’એ કર્યો આટલો બિઝનેસ

વિકી કૌશલ અને સારા અલી ખાન

વિકી કૌશલ અને સારા અલી ખાન


વિકી કૌશલ અને સારા અલી ખાનની ‘ઝરા હટકે ઝરા બચકે’એ સાત દિવસમાં ૩૭.૩૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને લક્ષ્મણ ઉતેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મને પહેલા દિવસે સારું ઓપનિંગ મળ્યું હતું. જોકે વીક-એન્ડ બાદ એ ધીમે-ધીમે ઓછું થતું ગયું હતું. આ ફિલ્મે શુક્રવારે ૫.૪૯ કરોડ, શનિવારે ૭.૨૦ કરોડ, રવિવારે ૯.૯૦ કરોડ, સોમવારે ૪.૧૪ કરોડ, મંગળવારે ૩.૮૭ કરોડ, બુધવારે ૩.૫૧ કરોડ અને ગુરુવારે ૩.૨૪ કરોડની સાથે ટોટલ ૩૭.૩૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ શુક્રવારે કોઈ મેજર ફિલ્મ રિલીઝ નથી થઈ એથી વિકી અને સારાની ફિલ્મને વધુ એક વીક-એન્ડ મળી શકે છે. જોકે આવતા શુક્રવારે એટલે કે સોળમી જૂને ‘આદિપુરુષ’ રિલીઝ થઈ રહી છે. ત્યાર બાદ આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નહીં ટકી શકે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2023 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK