‘કુછ લોગ મેરી હાઇટ કે નહીં હૈં’ એ સ્ટેટમેન્ટ રિષભ પંત વિશે હતું એવા આરોપ વિશે ઉર્વશી રાઉતેલાએ કહ્યું...
ઉર્વશી રાઉતેલા , રિષભ પંત
ઉર્વશી રાઉતેલાએ હાલમાં જ એક વિડિયોમાં ઍક્ટર્સ, બિઝનેસમૅન, સિંગર્સ અને બૅટ્સમૅનના નામ લીધા વિના જણાવ્યું કે કુછ લોગ તો મેરી હાઇટ કે ભી નહીં હૈ. એથી તેને ટ્રોલ કરવામાં આવી હતી. આ વિડિયો એક મૅટ્રિમોની બ્રૅન્ડ માટેનો હતો. હવે ઉર્વશીએ એના પર ચોખવટ કરી છે. એને લઈને ઇન્સ્ટાસ્ટોરી પર ઉર્વશીએ લખ્યું હતું કે ‘આ તો એક સાધારણ બ્રૅન્ડની સ્ક્રિપ્ટ હતી અને એનું પ્રમોશન હતું. કોઈના પર સીધી રીતે પ્રહાર નથી કરવામાં આવ્યો. સકારાત્મકતા ફેલાવો. એક જવાબદાર નાગરિક અને બ્રૅન્ડની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર હોવાથી હું જાણું છું કે લોકો પર એની શું અસર પડે છે.’