‘સસુરાલ સિમર કા 2’ના કરણ શર્મા અને ‘દિયા ઔર બાતી હમ’ની પૂજા સિંહ બન્નેનાં છે બીજાં લગ્ન
કરણ શર્મા ,પૂજા સિંહ
‘સસુરાલ સિમર કા 2’માં વિવાન ઓસ્વાલના રોલમાં જોવા મળેલા કરણ શર્માએ ‘દિયા ઔર બાતી હમ’માં એમિલી રાઠીનો રોલ કરનાર પૂજા સિંહ સાથે લગ્ન કરી લીધાં છે. તેમણે ૩૦ માર્ચે તેમના ફ્રેન્ડ્સ અને ફૅમિલીની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આ બન્નેનાં બીજાં લગ્ન છે. કરણે પહેલાં ટિયા કાર સાથે લગ્ન કર્યાં હતાં અને ત્રણ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૯માં એનો અંત આવ્યો હતો. પૂજાએ કૅનેડામાં રહેતા તેના બૉયફ્રેન્ડ કપિલ છટાણી સાથે ૨૦૧૭માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૧માં ડિવૉર્સ લીધા હતા. કરણ શર્માએ લગ્નના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. સાથે જ એકમેકને વરમાળા પહેરાવતી નાનકડી ક્લિપ પણ તેણે શૅર કરી છે. લગ્નનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણે કૅપ્શન આપી, ઇન્ટ્રોડ્યુસિંગ મિસ્ટર ઍન્ડ મિસિસ શર્મા.

