Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Total Time Pass : બ્રેકફાસ્ટ સર્વ કર્યો કરીનાના દીકરાએ

Total Time Pass : બ્રેકફાસ્ટ સર્વ કર્યો કરીનાના દીકરાએ

24 April, 2023 03:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, સન્ડેનો બ્રેકફાસ્ટ મારા જેહ બાબાએ સર્વ કર્યો.

બ્રેકફાસ્ટ સર્વ કર્યો કરીનાના દીકરાએ Total Time Pass

બ્રેકફાસ્ટ સર્વ કર્યો કરીનાના દીકરાએ


બ્રેકફાસ્ટ સર્વ કર્યો કરીનાના દીકરાએ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા જેહે સન્ડેનો બ્રેકફાસ્ટ સર્વ કર્યો હતો. એથી મમ્મી કરીનાની ખુશીની કોઈ સીમા ન રહી. ૨૦૨૧માં કરીનાએ તેના બીજા દીકરા જેહને જન્મ આપ્યો હતો. એ પહેલાં તેને તૈમુર નામનો દીકરો છે. દીકરો જેહ બ્રેકફાસ્ટ સર્વ કરે છે એવો ફોટો કરીનાએ શૅર કર્યો છે. એ ફોટોમાં પૌંઆની પ્લેટ, ચટણી અને કૉફી પણ દેખાય છે. જેહ તેના હાથે ચટણી સર્વ કરી રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, સન્ડેનો બ્રેકફાસ્ટ મારા જેહ બાબાએ સર્વ કર્યો.



બીચ બેબી


તારા સુતારિયાએ તેનો બિકિની પહેરેલો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. તે હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશન માણી રહી છે. તે પોતાના હૉલિડેના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરે છે અને ફૅન્સને પોતાના ફોટોથી આકર્ષિત કરે છે. ઇન્સ્ટાસ્ટોરી પર પોતાનો બિકિની ફોટો શૅર કર્યો છે. એ મિરર સેલ્ફીને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને તારાએ કૅપ્શન આપી હતી, બીચ બેબી.


બાળકોને પોતાની સંસ્કૃતિ સાથે અવગત કરાવ્યાં શિલ્પાએ

શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેનાં બાળકો વિઆન અને સમીક્ષા મૅન્ગલોર ગઈ છે. સાથે તેની મમ્મી અને બહેન શમિતા શેટ્ટી પણ છે. શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરની અંદરનો વિડિયો તેણે શૅર કર્યો છે. એ વિડિયોમાં દેખાય છે કે શિલ્પાએ સાડી પહેરી છે અને વાળમાં ગજરો લગાવ્યો છે. પારં​પરિક લુકમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘હું મૅન્ગલોરમાં મારી સંસ્કૃતિ જોવા પાછી આવી છું. અમારાં કુળદેવીને પ્રાર્થના કરી. મારાં બાળકોને મારી મૅન્ગલોરની પરંપરા અને સંસ્કૃતિ સાથે અવગત કરાવીને મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે.’

જન્નતમાં ઈદ મનાવી હિનાએ

હિના ખાન ઈદ મનાવવા કાશ્મીરનાં મનમોહક સ્થળોએ પહોંચી ગઈ છે. તેણે દલ લેકમાં શિકારાનો આનંદ લીધો હતો. પોતાની આ ટ્રિપના ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. ટ્રેડિશનલ આઉટફિટમાં તે ખૂબસૂરત દેખાતી હતી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિના ખાને કૅપ્શન આપી હતી, ‘આ વખતે કાશ્મીરની મુલાકાત એ એક થેરપી જેવો સમય હતો. આ સ્થળ ખૂબ આકર્ષક છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK