તે એક ઇવેન્ટમાં સેમી ટ્રાન્સપરન્ટ રેડ ગાઉન પહેરીને પહોંચી હતી

હિના ખાન
હિના ખાને તેનો ગ્લૅમરસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો તો લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. તે એક ઇવેન્ટમાં સેમી ટ્રાન્સપરન્ટ રેડ ગાઉન પહેરીને પહોંચી હતી. બૅકલેસ ગાઉન અને રેડ લિપસ્ટિક તેને કિલર લુક આપે છે. એમાં તે ખૂબ સ્ટનિંગ લાગી રહી હતી. થોડા સમય પહેલાં જ હિના તેની મમ્મી સાથે ઉમરાહ કરીને મક્કાથી પાછી ફરી છે. જોકે કેટલાક લોકોને તેનો આ આઉટફિટ પસંદ નથી પડ્યો. સોશ્યલ મીડિયામાં લોકો તેની નિંદા કરી રહ્યા છે તો કેટલાકને તે ખૂબસૂરત દેખાઈ રહી છે. પોતાનો સ્ટાઇલિશ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી હતી, ‘હું જાણું છું કે હું ફાયર છું અને એમાં સળગવા માટે તમે આતુર થઈ રહ્યા છો.’
તેના આ ફોટો પર સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘થોડી તો શરમ કર. તું હમણાં જ ઉમરાહ કરીને આવી છે.’ તો અન્યએ લખ્યું કે ‘રમઝાનના પાક મહિનામાં આવા ફોટો પોસ્ટ કરતાં શરમ નથી આવતી? અલ્લાહ તને કદી માફ નહીં કરે.’ અન્યએ લખ્યું કે રમઝાન પૂરો થાય એની તો રાહ જોઈ લીધી હોત. અન્યએ લખ્યું કે બધાને ઉર્ફી જાવેદ બનવાનો શોખ છે. અન્ય યુઝરે લખ્યું કે હમારી અક્ષરા બહૂ બિગડ ગઈ.