Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમ પાસ: ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’એ બે દિવસમાં કર્યો ૧૬.૫૨ કરોડનો બિઝનેસ અને વધુ સમાચાર

ટોટલ ટાઇમ પાસ: ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’એ બે દિવસમાં કર્યો ૧૬.૫૨ કરોડનો બિઝનેસ અને વધુ સમાચાર

12 February, 2024 06:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું હંમેશાં તારા પડખે રહીશ : સંજય દત્ત, નીનાનો ફોટો ટ્રોલિંગ માટે અને વધુ સમાચાર

શાહિદ કપૂર , કૃતિ સેનોન

શાહિદ કપૂર , કૃતિ સેનોન


શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ના બીજા દિવસના કલેક્શનમાં વધારો થયો છે. રવિવારે પણ બિઝનેસમાં વધારો થઈ શકે છે. ફિલ્મને અમિત જોશી અને આરાધના શાહે ​ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા અને રાકેશ બેદી લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી એક રોબો અને માણસની લવ સ્ટોરી દેખાડે છે. સાથે જ આ ફિલ્મ એક મેસેજ પણ આપે છે. ફિલ્મના બે દિવસના કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસે શુક્રવારે ૭.૦૨ કરોડનો અને શનિવારે ૯.૫૦ કરોડની સાથે કુલ મળીને ૧૬.૫૨ કરોડનો વકરો કર્યો છે.

નુસરતના ટૅટૂને કોણ-કોણ કરી રહ્યું છે મિસ?

નુસરત ભરૂચાનું ટૅટૂ ટૉક-ઑફ-ધ ટાઉન બન્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ગ્લૅમરસ ફોટો શૅર કર્યો છે. એમાં તેના પગ પર બનેલું ટૅટૂ દેખાય છે. અગાઉ પણ તેણે ફીનિક્સ પંખીનું ટૅટૂ બનાવ્યું છે. જોકે એ અધૂરું હોવાનું તેણે જણાવ્યું હતું, કેમ કે એને બનાવતી વખતે જે પીડા ઊપડી હતી એ તે સહન નહોતી કરી શકી. તેણે ગઈ કાલે પોતાનો એક હૉટ ફોટો શૅર કર્યો હતો. એમાં તેણે શૉર્ટ્સ પહેરી છે અને વાળ ખુલ્લા છે. તે મિરર સેલ્ફી લઈ રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નુસરતે કૅપ્શન આપી હતી, મારાં ટૅટૂને મિસ કરી રહી હતી. શું તમે પણ મિસ કરતા હતા?’

હું હંમેશાં તારા પડખે રહીશ : સંજય દત્ત




સંજય દત્ત અને માન્યતા દત્તનાં લગ્નને ગઈ કાલે ૧૬ વર્ષ થયાં. એથી વાઇફને વિશ કરતાં ઇમોશનલ સંજય દત્તે તેના પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. લગ્નજીવન દરમ્યાન તેમને શાહરાન અને ઇકરા નામનાં ટ્વિન્સ છે. માન્યતા સાથેના કેટલાક રોમૅન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી, ‘હૅપી ઍનિવર્સરી. મારી લાઇફમાં બેસ્ટ પાર્ટ બનવા માટે થૅન્ક યુ અને સાથે જ બે બાળકો આપવા માટે પણ આભાર. તને ખૂબ પ્રેમ કરુ છું. વિશ્વનો અંત થઈ જશે તો પણ હું હંમેશાં તારી પડખે ઊભો રહીશ. લવ યુ અને હૅપી-ઍનિવર્સરી.’

નીનાનો ફોટો ટ્રોલિંગ માટે



નીના ગુપ્તાએ તેમનો એક ફોટો શૅર કર્યો છે. તેણે આ ફોટો ટ્રોલિંગ માટે શૅર કર્યો છે. એ ફોટોમાં તેમણે શૉર્ટ્સ, સનગ્લાસિસ અને શૂઝ પહેર્યાં છે. જોકે તેના આ ફોટોને જોઈને તેમના ફૅન્સ તેમને રૉકસ્ટાર અને કીપ શાઇનિંગના મેસેજ કરી રહ્યા છે. નીના ગુપ્તા હાલમાં જ ‘મસ્ત મેં રહને કા’ ફિલ્મમાં જૅકી શ્રોફ સાથે દેખાઈ હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીના ગુપ્તાએ કૅપ્શન આપી હતી, અ પિક્ચર ફૉર ટ્રોલિંગ.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 06:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK