Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Total Time Pass : બીચ પર બેબી શાવર

Total Time Pass : બીચ પર બેબી શાવર

06 April, 2023 04:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પારંપરિક રીતે આ સેરેમની કરવામાં આવી હતી. સાથે જ તેમણે કેક-કટિંગ પણ કર્યું હતું.

બીચ પર બેબી શાવર

Total Time Pass

બીચ પર બેબી શાવર


બીચ પર બેબી શાવર

રામચરણની વાઇફ ઉપાસનાનો બેબી શાવર દુબઈમાં બીચ પર યોજવામાં આવ્યો હતો. આ બેબી શાવર ઉપાસનાની બહેનોએ આયોજિત કર્યો હતો. એ ઇવેન્ટમાં રામચરણ અને ઉપાસનાએ વાઇટ આઉટફિટ પહેર્યા હતા. બીચ પાસે ઊભા રહીને તેમણે ફોટો ક્લિક કર્યા હતા. આ બેબી શાવરમાં નજીકના ફૅમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સ હાજર હતા. આ ઇવેન્ટનો વિડિયો ઉપાસનાએ શૅર કર્યો છે. પારંપરિક રીતે આ સેરેમની કરવામાં આવી હતી. સાથે જ તેમણે કેક-કટિંગ પણ કર્યું હતું. પેરન્ટ્સ બની રહ્યા હોવાના બન્નેએ સોશ્યલ મીડિયામાં ગુડ ન્યુઝ શૅર કર્યા હતા.



‘ધ ક્રૂ’માં વ્યસ્ત કરીના


કરીના કપૂર ખાને હાલમાં જ ‘ધ ક્રૂ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે મેકઅપ રૂમમાંથી પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તે મિરરની સામે બેઠી છે અને હેરસ્ટાઇલિસ્ટ તેના વાળને સ્પેશ્યલ લુક આપી રહ્યો છે. તેના ટેબલ પર કૉફી મગ અને સ્ક્રિપ્ટ દેખાય છે. આ ફિલ્મને રાજેશ ક્રિષ્નન ડિરેક્ટ કરી રહ્યો છે અને એકતા કપૂરે અને અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં કરીનાની સાથે તબુ અને ક્રિતી સૅનન લીડ રોલમાં દેખાશે. મેકઅપ રૂમમાંથી પોતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘ધ ક્રૂ’નો બીજો દિવસ.


પોતાને કાર ગિફ્ટ કરી ક્રિતી ખરબંદાએ

ક્રિતી ખરબંદાએ પોતાને શાનદાર કાર ગિફ્ટ કરી છે. આ રેન્જ રોવર કારની કિંમત અંદાજે ૮૯.૪૧ લાખ આંકવામાં આવે છે. આ કાર સાથેનો તેનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇટ કાર રેન્જ રોવર વેલાર 2.O આર-ડાઇનૅમિક-એસ ડીઝલ છે. કારની ડિલિવરી વખતે ક્રિતીએ કાર્ગો પૅન્ટ પર લાઇટ ગ્રીન ક્રૉપ ટૉપ પહેર્યું હતું. આ અગાઉ પણ તેણે ૨૦૧૭માં પોતાના પેરન્ટ્સ અને પોતાની જાતને કાર ગિફ્ટ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2023 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK