આ ફિલ્મમાં તેની સાથે કદાચ જાહ્નવી કપૂર અને અર્જુન રામપાલ પણ જોવા મળશે
ટાઈગર શ્રોફ
ટાઇગર શ્રોફ ‘રૅમ્બો’માં દેખાવાનો છે. તેનું કહેવું છે કે આ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર તેને બૉડી-બિલ્ડર જેવો દેખાડવા માગતા હતા. આ ફિલ્મમાં તેની સાથે કદાચ જાહ્નવી કપૂર અને અર્જુન રામપાલ પણ જોવા મળશે. નેહા ધુપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’ની છઠ્ઠી સીઝનમાં ટાઇગર પહોંચ્યો હતો. એ શો જિયો ટીવી અને જિયો ટીવી+ પર દેખાડવામાં આવશે. ટાઇગરે તેની પર્સનલ લાઇફ વિશે વાતો કરી હતી. પોતાની ફિલ્મ ‘રૅમ્બો’ વિશે ટાઇગરે કહ્યું કે ‘મારી આગામી ફિલ્મ ‘રૅમ્બો’માં મારે થોડું વજન વધારવાનું હતું, પરંતુ ફૅટ વેઇટ અને મસલ વેઇટ નહોતા વધારવાના. મારા ડિરેક્ટર રોહિત ધવન અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ આનંદના શબ્દોમાં કહું તો તેઓ મને બૉડી-બિલ્ડર તરીકે જોવા માગતા હતા. તેમની ઇચ્છા હતી કે મારી બૉડીને એવી બનાવું કે મૂવમેન્ટ કરવાની સાથે જ એની સ્ટ્રેંગ્થ પણ જળવાઈ રહે.’

