સલમાન ખાન તેની આગામી ફિલ્મ `ટાઈગર 3` (Tiger 3 Teaser)ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું પોસ્ટર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું
ફાઇલ તસવીર
સલમાન ખાન તેની આગામી ફિલ્મ `ટાઈગર 3` (Tiger 3 Teaser)ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું પોસ્ટર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ફેન્સ માટે ફરી સારા સમાચાર આવ્યા છે. ફેન્સ માટે નવું અપડેટ એ છે કે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. શેર કરેલા વીડિયોમાં ફરી એકવાર સલમાન ખાનનું શાર્પ વલણ જોવા મળી રહ્યું છે. આ વીડિયોને ટીઝર કે ટ્રેલર નામ આપવામાં આવ્યું નથી, પરંતુ તેને ‘ટાઈગરનો મેસેજ’ કહેવામાં આવ્યો છે.
‘ટાઈગર 3’ (Tiger 3 Teaser) યશ રાજ ફિલ્મ્સની સ્પાઈ યુનિવર્સની ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના પણ મહત્ત્વના રોલમાં છે. ‘ટાઈગર 3’ના ટીઝર વીડિયોમાં અભિનેત્રીની ઝલક પણ જોવા મળી છે. સલમાન ખાને (Salman Khan) પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરીને ચાહકોને ટીઝર વિશે જાણકારી આપી છે. તેની સાથે લખવામાં આવ્યું છે કે, “જ્યાં સુધી ટાઈગર મરી ન જાય ત્યાં સુધી ટાઈગરનો પરાજય થતો નથી.”
ADVERTISEMENT
View this post on Instagram
આ વીડિયો હિન્દી તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થશે. ટીઝરમાં સલમાન ફરી એકવાર ટાઇગર તરીકે કમબેક કરતો જોવા મળી રહ્યો છે. આ વખતે તે ફિલ્મમાં પોતાના પર લાગેલો ‘દેશદ્રોહ’નો ડાઘ હટાવતો જોવા મળશે. ટીઝરમાં તે પોતાના શાર્પ એટિટ્યુડ અને પાવરફુલ એક્શનથી લોકોના હોશ ઉડાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજે યશરાજ ફિલ્મ્સનો સ્થાપના દિવસ છે. દિવંગત ફિલ્મ સર્જક યશ ચોપરાની આજે જન્મજયંતિ છે. આવી સ્થિતિમાં YRFએ `ટાઈગર 3`નો વીડિયો શેર કરીને આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે.
પોતાની ફિલ્મોના કલેક્શનની મજાક કરી સલમાન ખાને
સલમાન ખાને પોતાની જ ફિલ્મોના કલેક્શનની મજાક ઉડાડી છે. હાલમાં ગિપ્પી ગ્રેવાલની ફિલ્મ ‘મૌજા હી મૌજા’ના ટ્રેલર-લૉન્ચ વખતે સલમાન હાજર હતો. ગિપ્પીની જૂનમાં રિલીઝ થયેલી ‘કૅરી ઑન જટ્ટા 3’એ વિશ્વભરમાં ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ રીતે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આટલો કલેક્શન કરનારી એ પહેલી ફિલ્મ બની હતી. એ દરમ્યાન ફિલ્મોના કલેક્શન વિશે સલમાને કહ્યું કે ‘મને લાગે છે કે હવે ૧૦૦ કરોડના આંકડાને બિઝનેસનો સૌથી નીચલો સ્તર માનવામાં આવશે. હવે તો દરેક ઇન્ડસ્ટ્રીની ફિલ્મો ૪૦૦, ૫૦૦ અને ૬૦૦ કરોડનો બિઝનેસ કરી લે છે. પંજાબી ઇન્ડસ્ટ્રી, હિન્દી ઇન્ડસ્ટ્રી સિવાય મરાઠી ઇન્ડસ્ટ્રીની ફિલ્મો આવા પ્રકારનો બિઝનેસ કરી રહી છે. ૧૦૦ કરોડ હવે અઘરા નથી. હવે દરેક ફિલ્મનો બેન્ચમાર્ક આપણે ૧૦૦૦ કરોડ રૂપિયા માનીને ચાલવું જોઈએ.’


