પ્રભાસને લીડ રોલમાં ચમકાવતી ‘ધ રાજા સાબ’ ગઈ કાલે રિલીઝ થઈ છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત સંજય દત્ત, માલવિકા મોહનન, બમન ઈરાની, નિધિ અગરવાલ, રિદ્ધિ કુમાર અને ઝરીના વહાબ મુખ્ય ભૂમિકામાં છે.
રાજાસાબ
પ્રભાસને લીડ રોલમાં ચમકાવતી ‘ધ રાજા સાબ’ ગઈ કાલે રિલીઝ થઈ છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત સંજય દત્ત, માલવિકા મોહનન, બમન ઈરાની, નિધિ અગરવાલ, રિદ્ધિ કુમાર અને ઝરીના વહાબ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ તેલુગુ, તામિલ, હિન્દી, કન્નડા અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. પ્રભાસ છેલ્લે ૨૦૨૪માં આવેલી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’માં જોવા મળ્યો હતો એટલે તેને આ ફિલ્મમાં જોવા માટે ફૅન્સમાં જબરદસ્ત ક્રેઝ હતો. આ ફિલ્મને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહી ચાહકો વહેલી સવારે થિયેટરો પર ઊમટી પડ્યા હતા અને તેઓ ફિલ્મની રિલીઝની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
એક વાઇરલ વિડિયોમાં હૈદરાબાદના એક થિયેટરની બહાર વહેલી સવારના શોમાં ફૅન્સની ભારે ભીડ જોવા મળી હતી. એ સમયે ફૅન્સ બંધ ગેટ પર જોરથી હાથ મારતા હતા અને કેટલાક લોકો અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા હતા. એ સિવાય કેટલાક ફૅન્સ તો દીવાલ પર ચડીને ઝડપથી અંદર પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ કરવા માટે પ્રભાસે પોતાની સામાન્ય ફી કરતાં ઓછી રકમ લીધી હોવાનું જણાવ્યું છે. સામાન્ય રીતે પ્રભાસ એક ફિલ્મ માટે લગભગ ૧૫૦ કરોડ રૂપિયા લે છે, પરંતુ ‘ધ રાજા સાબ’ માટે તેણે ૧૦૦ કરોડ રૂપિયા લીધા હોવાની માહિતી મળી છે.
ધ રાજા સાબ પછી એની સીક્વલ આવશે રાજા સાબ 2 : સર્કસ 1935
પ્રભાસને લીડ રોલમાં ચમકાવતી ‘ધ રાજા સાબ’ ગઈ કાલે રિલીઝ થઈ છે. જોકે આ ફિલ્મના અંતમાં એવો ટ્વિસ્ટ મૂકવામાં આવ્યો છે જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ વાર્તા અહીં પૂરી થતી નથી. એ સિવાય ફિલ્મના ક્લોઝિંગ સીનમાં મેકર્સે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આ ફિલ્મની ‘રાજા સાબ 2 : સર્કસ 1935’ નામની સીક્વલ આવશે. ‘રાજા સાબ 2 : સર્કસ 1935’ નામથી જ સ્પષ્ટ થાય છે કે આગામી ફિલ્મ દર્શકોને ભૂતકાળમાં લઈ જશે.
સીક્વલનું ટાઇટલ ઇશારો કરે છે કે આવનારી વાર્તા એક એવા ડરાવનારા સર્કસની પૃષ્ઠભૂમિમાં રચાશે જ્યાં દરેક ખૂણામાં કોઈ ને કોઈ રહસ્ય છુપાયેલું હશે. ફિલ્મના મેકર્સે હજુ સુધી સીક્વલની શૂટિંગ-ટાઇમલાઇન કે કાસ્ટ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ‘ધ રાજા સાબ’ને એક મોટી ફ્રૅન્ચાઇઝી તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.
સ્ક્રીનિંગમાં મગરમચ્છ લઈને પહોંચ્યા હતા ફૅન્સ
પ્રભાસના ચાહકો તેમના મનપસંદ સ્ટારની ફિલ્મ રિલીઝ થાય ત્યારે કંઈક અલગ અને ધમાકેદાર કરવા માટે જાણીતા છે. આ વખતે ‘ધ રાજા સાબ’ની રિલીઝ વખતે તેઓ સ્ક્રીનિંગ માટે મગર લઈને થિયેટરમાં પહોંચ્યા જેને જોઈને ઘણા દર્શકો ચોંકી ગયા હતા. એક વાઇરલ વિડિયોમાં ચાહકો મગર માથા પર ઉઠાવીને હૉલની અંદર દોડતા જોવા મળે છે. જોકે એ મગર સાચા નહોતા, રમકડાના હતા. ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસનું પાત્ર લડાઈ દરમ્યાન મગર ફેંકતું જોવા મળે છે એટલે ફૅન્સ રમકડાના મગર લઈને ગયા હતા.


