શાહરુખ ખાનની દીકરી ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કરી રહી છે અને એ જ ફિલ્મ દ્વારા તેણે સિંગર તરીકે પણ ડેબ્યુ કર્યો છે. ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ સાતમી ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
સુહાના ખાન
શાહરુખ ખાનની દીકરી ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કરી રહી છે અને એ જ ફિલ્મ દ્વારા તેણે સિંગર તરીકે પણ ડેબ્યુ કર્યો છે. ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ સાતમી ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મમાં સુહાનાની સાથે અદિતિ, અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, મિહિર આહુજા, વેદાંગ રાણા અને યુવરાજ મેંદા પણ જોવા મળશે. આ એક મ્યુઝિકલ ફિલ્મ હોવાથી એમાં સોળ સૉન્ગ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંનું એક ગીત સુહાનાએ ગાયું છે. આ ગીતનું નામ ‘જબ તુમ ના થીં’ છે જેને કમ્પોઝ શંકર મહાદેવને કર્યું છે. આ ગીતમાં તેની કો-સ્ટાર ડોટ એટલે કે અદિતિએ પણ અવાજ આપ્યો છે જે પોતે સિંગર પણ છે. આ સૉન્ગ વિશે પોસ્ટ કરતાં સુહાનાએ લખ્યું કે ‘મેં મારું પહેલું ગીત ગાયું છે. આ માટે હું ઝોયા અખ્તર અને શંકર મહાદેવનનો આભાર માનું છું, કારણ કે તેમણે ખૂબ જ ધીરજ રાખી હતી. આ ગીતને ખૂબ જ કાઇન્ડનેસની સાથે સાંભળજો.’