Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `ધ આર્ચીઝ` રિવ્યુ : ક્યા બાત હૈ...

`ધ આર્ચીઝ` રિવ્યુ : ક્યા બાત હૈ...

08 December, 2023 07:15 AM IST | Mumbai
Mayank Shekhar

ધ આર્ચીઝ’ ખરેખર લવ-ટ્રાયેન્ગલમાં છે, જેમાં તે વારાફરતી વેરોનિકા લૉજ અને બેટ્ટી કૂપરના પ્રેમમાં પડે છે. તે બન્નેની પ્રશંસા કરે છે. આ જ પ્લોટ પર બે આઇકૉનિક ફિલ્મ ૧૯૯૮માં આવેલી ‘કુછ કુછ હોતા હૈ’ અને ૧૯૯૨માં આવેલી ‘જો જીતા વહી સિકંદર’ની યાદ આવે છે.

`ધ આર્ચીઝ`નું પોસ્ટર

`ધ આર્ચીઝ`નું પોસ્ટર


ધ આર્ચીઝ 

ડિરેક્ટરઃ ઝોયા અખ્તરએક્ટર્સઃ અગસ્ત્ય નંદા, સુહાના ખાન, ખુશી કપૂર, ડોટ


રિવ્યુઃ ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)

‘ધ આર્ચીઝ’ એક બૅન્ડ છે. એને કારણે પણ આ ફિલ્મને મ્યુઝિકલ કહી શકાય. રિવરડેલ હાઈનો આર્ચી ઍન્ડ્રુઝ લીડ સિંગર છે. આ વાત છે અમેરિકન કૉમિક બુક-સિરીઝની. એવી લોકપ્રિય સિરીઝ કે જેણે જીવનના કોઈ તબક્કે ભારતીયોને ઘેલું ન લગાવ્યું હોય. જોકે દેસી જેન ઝી (Gen Z) અથ‍વા તો જેન આલ્ફામાં (Gen Alpha) આર્ચી કૉમિક્સનું એટલુ પાગલપન હશે કે નહીં એની મને ખબર નથી. હું એય નથી જાણતો કે તેઓ ‘નેમ, પ્લેસ, ઍનિમલ’ અથવા તો સ્ટેપુ કે સ્ટૅચ્યુ જેવી કોઈ ગેમ કદી રમ્યા હશે કે નહીં. હા તેઓ ગોલ્ડ સ્પૉટ તે પી નથી રહ્યા. આ ફિલ્મમાં આ પીણું પીતાં તમે જોઈ શકશો. 


ધ આર્ચીઝ’ ખરેખર લવ-ટ્રાયેન્ગલમાં છે, જેમાં તે વારાફરતી વેરોનિકા લૉજ અને બેટ્ટી કૂપરના પ્રેમમાં પડે છે. તે બન્નેની પ્રશંસા કરે છે. આ જ પ્લોટ પર બે આઇકૉનિક ફિલ્મ ૧૯૯૮માં આવેલી ‘કુછ કુછ હોતા હૈ’ અને ૧૯૯૨માં આવેલી ‘જો જીતા વહી સિકંદર’ની યાદ આવે છે. આ જ કારણસર તમારે મને દર્શક તરીકે માફ કરવો પડશે. મેં એક દર્શક તરીકે એ ફિલ્મ જે રીતે બની છે એ માટે તો ખરી જ, પણ મેં એ જેવી બનવી જોઈતી હતી એ બાબતને ધ્યાનમાં રાખીને પણ જોઈ હતી. હવે તમને એની વિસ્તારમાં માહિતી આપું.પહેલી વાત એ કે ફિલ્મ રિવરડેલ હાઈના કૅમ્પસ રોમૅન્સની નથી. આ ફિલ્મ કાલ્પનિક શહેર રિવરડેલની કમ્યુનિટીની સ્ટોરી છે. મોટા ભાગના ઍન્ગ્લો-ઇન્ડિયન્સ ત્યાં રહેતા હોય છે. આ શહેર ક્યાં છે? વાસ્તવમાં તો ક્યાંય નથી. જોકે એવું કહેવાય છે કે ૧૯૬૦ના દાયકામાં નૉર્થ ​ઇન્ડિયામાં એ નામનું ટાઉન હતું.

ઘણી ક્રિશ્ચન અટક ક્યા સ્થળે મળી આવે? કદાચ ગોવા. હોઈ શકે. ત્યાં જ મન્સૂર ખાને અમેરિકન વેસ્ટસાઇડ સ્ટોરીનું દેસી વર્ઝન ‘જોશ’ બનાવી હતી. તમને રિવરડેલ ઝારખંડના મૅક્લુસ્કીગંજ જેવું એક પર્વતીય શહેર લાગશે. બ્રિટિશે સ્થાપિત કરેલા એ શહેરમાં મોટા ભાગના ઍન્ગ્લો-ઇન્ડિયન લોકો વસતા હતા. અહીં જ કોંકણા સેન શર્માએ તેની ૨૦૧૬માં આવેલી ઐતિહાસિક ફિલ્મ ‘ડેથ ઇન ધ ગુંજ’ બનાવી હતી. આ સિવાય મસૂરીનો લૅન્ડોર પણ કદાચ આવેલો છે. જોકે મસૂરીની વાત કરીએ તો એ આ ફિલ્મમાં અસ્તિત્વ ધરાવે છે, ભલેને એક ડાયલૉગમાં. 
પાંચ વર્ષથી ધ બીટલ્સ પણ પૉપ્યુલર હતાં એવું ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. શમ્મી કપૂર ફિલ્મ મૅગેઝિનના કવર પર હતા. સિન્થૉલ સાબુ પણ હતો. ન્યુઝપેપર રિવરડેલ ગૅઝેટમાં શહેરના સમાચાર છપાય છે, જેને આઝાદી પહેલાં બ્રિટિશરોએ સ્થાપિત કર્યું હતું, બરાબર હિકીના બંગાળી ગૅઝેટની જેમ.

આ બધાની બહાર કેટલાક સાચુકલા ઉલ્લેખ છે જે સમજવાની મજા છે. હા, ‘ધ આર્ચીઝ’ને ઇરાદાપૂર્વક આત્મ-નિયં​ત્રિત રખાયું છે, જેને કારણે તમારે કૉમિક-બુકમાં ખરેખર તો પ્રવેશ કરવો પડે.
 જો ફ્રૅન્ક સિનાત્રાને ટાંકીએ તો આ એક વન્ડરફુલ વિશ્વ છે. એથી એમાં પેરન્ટ્સથી માંડીને તેમનાં બાળકો સુધીનાં તમામ (લોજીસ, કૂપર્સ, ઍન્ડ્રુઝ વગેરે) પ્રતિષ્ઠિત કૅરૅક્ટર્સ જોવા મળી રહ્યાં છે. 
આ વિવિધ કલાકારોથી ભરેલી ફિલ્મ છે. આ ફિલ્મને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘દિલ ધડકને દો’ની ડિરેક્ટર ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પણ કેટલાક પ્લસ અને માઇનસ પૉઇન્ટ છે. પ્લસ તો રહેવાનો જ છે. તમે માત્ર હીરોની જર્ની જ નહીં જુઓ, જે રીતે મેઇન સ્ટ્રીમમાં દેખાડવામાં આવે છે. માઇનસ તેની ટાઇટ ટાઇમલાઇન (બે કલાક વીસ મિનિટ) માટે અને એના મલ્ટિપલ રોલ્સ માટે.  કૅમેરા જે છે એ કોઈ એક વ્યક્તિને દેખાડવાને બદલે વાઇડ ઍન્ગલ, ગ્રુપને દેખાડે છે. કૉમિક બુક ‘ધ આર્ચીઝ’ જેટલી કૉમડીથી ભરપૂર હતી એટલી આ ફિલ્મ નથી. વિવાદ લોકલ પાર્કને બચાવવા, મીડિયાનો કન્ટ્રોલ અને કૉર્પોરેટ માલિકી દેખાડવામાં આવ્યો છે. 

એક દર્શક તરીકે એ તમને થોડું અંતર દેખાશે. થોડું લૉ-કી અને ‘નૉન-બૉલીવુડ’ છે. એ અખ્તરની ક્રીએટિવ ચૉઇસ છે.૧૯૯૨ની ‘જો જીતા વહી સિકંદર’થી હટકે અને એ ફિલ્મનાં મ્યુઝિક સાથે તો એની કોઈ સરખામણી ન થઈ શકે. તરોતાજા માસ્ટરપીસ. સાથે જ ‘કુછ કુછ હોતા હૈ’થી પણ અલગ છે. એ ફિલ્મ શાહરુખ ખાનના ચાર્મને કારણે સફળ રહી હતી.
યંગ અગસ્ત્ય નંદા કર્લી હેર સાથે આર્ચી ઍન્ડ્રુઝના રોલમાં એકદમ ફિઝિકલી ફિટ બેસે છે જેમાં આર્ચીઝનો R પણ છે. કિલર કેમિસ્ટ્રી કરતાં તેનો કૅઝ્યુઅલ ચાર્મ જોવા જેવો છે. તે સરળ છે. તેના સીન પણ કૂલ છે. 

તે તેના લવ-ઇન્ટરેસ્ટ વેરોનિકા (સુહાના ખાન), બેટ્ટી (ખુશી કપૂર), એથેલ (ડૉટ), રેજ્જી (વેદાંગ રૈના), ડિલ્ટન (યુવરાજ મેન્ડા), જગહેડ (મિહિર આહુજા) સાથે રિવરડેલ ફરવા નીકળે છે. 
ખરેખર ખૂબ અદ્ભુત છે આ બધાં જે ઍક્ટિંગના વિશ્વમાં પોતાની મંજિલ શોધવા નીકળ્યાં છે. તેઓ ફિલ્મમાં સ્કેટિંગ, ડિપિંગ ટ્રૂથ-ડેર રમે છે. તમારે તેમને ભવિષ્ય માટે શુભેચ્છા આપવી જોઈએ. આનાથી સારી શરૂઆત તેમના માટે કોઈ ન હોઈ શકે. એક સમય હતો જ્યારે આપણે આર્ચીઝની ગૅલેરીમાંથી કાર્ડ્સ અને પોસ્ટર્સ ખરીદતા હતા તો કેટલાક પૉપ ટૅટ્સમાં ચિલ કરતા હતા (અંધેરીમાં આવેલી પૉપ્યુલર ચેઇન છે). ભારતીયો માટે તો આર્ચી ગ્રેટ અમેરિકન સપનું હતું.

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિવરડેલની સાત સીઝન આવેલી છે. એવામાં શું થશે જો ‘ધ આર્ચીઝ’, જેન ઝીથી ભરપૂર આ દેસી ટીનેજર્સ સ્થાન લઈ લે? મને એવું લાગે છે કે મને એ પહેલાં જેવી નિર્દોષતા નથી જોવા મળી. મારા જેવા દર્શક માટે એ વધુ સારું બનાવી શક્યા હોત. બાળકોને ધ્યાનમાં રાખીને.આ ફિલ્મ દ્વારા મોટા ભાગે ટીનેજ દર્શકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કોઈ ઇન્ડિયન કન્ટેન્ટને આટલા મોટા પાયે નથી દેખાડવામાં આવી.  મૃદુ, ઉષ્માભર્યા સ્ટોરીબોર્ડની જેમ હું જ્યારે બીજી વખત ‘ધ આર્ચીઝ’ જોઈશ ત્યારે મારા ટીનેજ મનમાં કૉમિકનાં પાનાં ઊથલાવતો હોઈશ. શું મેં આ સ્પેશ્યલ, ડબલ-ડાઇજેસ્ટ ઇશ્યુ, કવર-ટુ-કવર વાંચ્યો હોત? યસ. બસ, એ જ પળે મૅક્સિમમ નૉસ્ટાલ્જિયાનો અનુભવ થાય છે. સે ચીઝ! 

 

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2023 07:15 AM IST | Mumbai | Mayank Shekhar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK