તમન્નાના આ વિન્ટેજ અવતારનાં સોશ્યલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યાં છે
વી. શાંતારામની બીજી પત્ની અને પ્રખ્યાત ઍક્ટ્રેસ જયશ્રીના લુકમાં તમન્ના ભાટિયા
મહાન ફિલ્મમેકર વી. શાંતારામની બાયોપિક છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી વી. શાંતારામનો રોલ કરી રહ્યો છે અને હવે મેકર્સે તમન્ના ભાટિયાનો પહેલો લુક જાહેર કર્યો છે જેમાં તે ગુલાબી નવવારી સાડીમાં વી. શાંતારામની બીજી પત્ની અને પ્રખ્યાત ઍક્ટ્રેસ જયશ્રીના લુકમાં જોવા મળે છે. જયશ્રીએ ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’, ‘શકુંતલા’, ‘દહેજ’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું. તમન્નાના આ વિન્ટેજ અવતારનાં સોશ્યલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યાં છે.
આ ફિલ્મમાં પોતાના પાત્ર વિશે તમન્નાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સિનેમાના સૌથી પ્રભાવશાળી યુગની એક અભિનેત્રીનું પાત્ર ભજવવું બહુ મોટી જવાબદારી છે. જયશ્રી અત્યંત ગ્રેસફુલ હતાં અને તેમના કામે હંમેશાં અલગ ઓળખ બનાવી છે. શાંતારામજીની દુનિયાને સમજતાં મને અનુભવ થયો કે તેઓ કેટલા દૂરંદેશી કલાકાર હતા. આ પાત્ર ભજવવું મારા માટે ખૂબ ખાસ અને યાદગાર છે.’


