આ ફિલ્મને દિવાળીના સમયગાળામાં ૨૬ ઑક્ટોબરે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. સુપરહિટ કૉમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બની રહી છે. આ પ્રોજેક્ટ જેમ-જેમ આગળ વધી રહ્યો છે તેમ-તેમ એની સાથે અનેક સ્ટાર્સનાં નામ જોડાઈ રહ્યાં છે.
તમન્ના ભાટિયા
સુપરહિટ કૉમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ બની રહી છે. આ પ્રોજેક્ટ જેમ-જેમ આગળ વધી રહ્યો છે તેમ-તેમ એની સાથે અનેક સ્ટાર્સનાં નામ જોડાઈ રહ્યાં છે. હવે માહિતી મળી છે કે આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે તમન્ના ભાટિયાને સાઇન કરવામાં આવી છે. ફિલ્મમાં તમન્નાનો રોલ ૨૦૦૫માં રિલીઝ થયેલી ‘નો એન્ટ્રી’માં બિપાશા બાસુએ ભજવેલા રોલ સાથે સામ્ય ધરાવતો હશે. ‘નો એન્ટ્રી 2’માં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજિત દોસાંઝ લીડ રોલમાં જોવા મળશે.
‘નો એન્ટ્રી 2’નું શૂટિંગ જૂન કે જુલાઈમાં શરૂ થશે અને એને દિવાળીના સમયગાળામાં ૨૬ ઑક્ટોબરે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.


