તબુએ હાલમાં સોશ્યલ મીડિયામાં તેના ‘લખ્ત-એ-જિગર’ની તસવીર શૅર કરી છે જે તેના ચાહકોને બહુ ગમી છે. હકીકતમાં આ ‘હૈદર’ની ટીમના રીયુનિયનની તસવીર છે અને એમાં શાહિદ કપૂર, વિશાલ ભારદ્વાજ, તબુ તેમ જ ફિલ્મ સાથે સંકળાયેલી બીજી વ્યક્તિઓ દેખાઈ રહી છે.
લખ્ત-એ-જિગરની તસવીર
તબુએ હાલમાં સોશ્યલ મીડિયામાં તેના ‘લખ્ત-એ-જિગર’ની તસવીર શૅર કરી છે જે તેના ચાહકોને બહુ ગમી છે. હકીકતમાં આ ‘હૈદર’ની ટીમના રીયુનિયનની તસવીર છે અને એમાં શાહિદ કપૂર, વિશાલ ભારદ્વાજ, તબુ તેમ જ ફિલ્મ સાથે સંકળાયેલી બીજી વ્યક્તિઓ દેખાઈ રહી છે. હાલમાં ‘હૈદર’ની ટીમ ભેગી થઈ હતી અને તબુએ આ ગેટ-ટુ-ગેધરની તસવીર શૅર કરી છે.
૨૦૧૪માં રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ શેક્સપિયરના નાટક ‘હૅમલેટ’ની ઍડપ્ટેશન હતી. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને તબુ સિવાય શ્રદ્ધા કપૂર, કે. કે. મેનન અને નરેન્દ્ર ઝા જેવા કલાકારોએ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

