તાપસીએ હાલમાં જ તેનો એક ફોટો શૅર કર્યો છે જેમાં તે બ્લુ સાડીમાં જોવા મળી રહી છે

તાપસી પન્નુ
તાપસી પન્નુનું કહેવું છે કે તે ડાયટિશ્યન માટે મહિનાના એક લાખ રૂપિયા ચૂકવે છે. તાપસીએ હાલમાં જ તેનો એક ફોટો શૅર કર્યો છે જેમાં તે બ્લુ સાડીમાં જોવા મળી રહી છે. આ ફોટો તેની ‘હસીન દિલરુબા’ની સીક્વલનો છે. તેનું કહેવું છે કે જ્યારે ઍક્ટર્સે તેના રોલ પ્રમાણે બૉડી મેઇન્ટેન કરવાની હોય ત્યારે ડાયટિશ્યનની મદદ લેવી પડે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં તેને ડાયટિશ્યનને કેટલી ફી ચૂકવે છે ત્યારે તેણે કહ્યું હતું કે અંદાજે મહિનાની એક લાખ રૂપિયા થઈ જાય છે.