સ્વરા ભાસ્કર અને તેનો હસબન્ડ સમાજવાદી પાર્ટીનો નેતા ફહાદ અહમદ પેરન્ટ્સ બનવાના છે.

મમ્મી બનશે સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર અને તેનો હસબન્ડ સમાજવાદી પાર્ટીનો નેતા ફહાદ અહમદ પેરન્ટ્સ બનવાના છે. આ બન્નેએ આ વર્ષે લગ્ન કર્યાં હતાં. સ્વરાએ પ્રેગ્નન્સીનું ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને એના ફોટો પણ શૅર કર્યા હતા. હવે બેબી શાવરનું આયોજન કરીને સ્વરાના હસબન્ડ ફહાદ અને તેના ફ્રેન્ડ્સે તેને સ્વીટ સરપ્રાઇઝ આપી છે. એનો વિડિયો સ્વરાએ શૅર કર્યો છે. એમાં દેખાય છે કે સ્વરા જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે તો ઘરનું ડેકોરેશન જોઈને તે ચોંકી જાય છે. ઘરમાં હાજર લોકો જોરથી સરપ્રાઇઝ એમ બોલે છે. આ વિડિયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સ્વરાએ કૅપ્શન આપી હતી, ‘મને સરપ્રાઇઝ ગમે છે. ગયા અઠવાડિયે મારા જૂના ફ્રેન્ડ્સ સમર નારાયણ, લિક્ષતા અને ફહાદે મને બેબી શાવરના રૂપમાં સ્વીટેસ્ટ સરપ્રાઇઝ આપી હતી. તેમણે મારી જાણ બહાર બધી વ્યવસ્થા કરી રાખી હતી. મને જરા પણ અંદાજ નહોતો અને હું પાયજામામાં પહોંચી ગઈ હતી. હું ત્યાં સુધી કન્ફ્યુઝ રહી જ્યાં સુધી મારા ફ્રેન્ડ કૌશિક મિત્રા અને પ્રિયત્ના બાસુ બહાર ન આવ્યા. ખૂબ-ખૂબ આભાર. આ સ્વીટ પ્લાન માટે સમર અને લિક્ષતાનો આભાર. ફહાદે બધું સીક્રેટ રાખ્યું હતું. મને અતિશય ખુશી થઈ છે. આટલા પ્રેમાળ લોકો જેવાં કે માસી, માસા, નાના અને નાનીથી ઘેરાયેલું મારું બાળક પણ નસીબદા