બૉલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે (Swara Bhasker) ત્રણ મહિના પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ (Fahad Ahmad) સાથે લગ્ન કર્યાં હતાં
ફાઇલ તસવીર
બૉલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે (Swara Bhasker) ત્રણ મહિના પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ (Fahad Ahmad) સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારથી ફેન્સ અભિનેત્રીના સારા સમાચારની રાહ જોઈ રહ્યાં હતાં. આખરે સ્વરાએ જાહેરાત કરી છે કે તે માતા બનવાની છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. બીજી તરફ સ્વરાએ આ ખુશખબર શેર કરતાંની સાથે જ ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.
સ્વરાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી
ADVERTISEMENT
સ્વરા ભાસ્કર (Swara Bhasker)એ તેના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર સાથે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. ફોટામાં સ્વરા તેના પતિ ફહાદ સાથે જોવા મળી રહી છે. તેણે પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે, જેમાં તે તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “ક્યારેક તમારી બધી પ્રાર્થનાઓનો એકસાથે જવાબ મળ્યો હતો! આશીર્વાદ આપો, આભારી છું, ઉત્સાહિત છું, કારણકે સંપૂર્ણ નવી દુનિયામાં પગ મૂકવા જઈ રહી છું!”
સ્વરા ભાસ્કરે (Swara Bhasker) પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાની સાથે જ અભિનંદન મળી રહ્યા છે. સ્વરા ભાસ્કરે તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાની સાથે જ તેને તમામ સેલેબ્સ અને ફેન્સ તરફથી ખૂબ-ખૂબ અભિનંદન મળી રહ્યા છે. ચાહકો તેને અભિનંદન આપતા થાકતા નથી.
સ્વરા અને ફહાદ અહેમદે માર્ચમાં કોર્ટ મેરેજ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, સ્વરા ભાસ્કરે સપા નેતા ફહાદ અહેમદ સાથે પ્રથમ કોર્ટ મેરેજ કરીને બધાને ચોંકાવી દીધાં હતાં. આ પછી સ્વરા અને અહેમદે માર્ચમાં ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. અભિનેત્રીએ તેની હલ્દી, મહેંદી, સંગીત અને લગ્નથી લઈને રિસેપ્શન સુધીની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આ પણ વાંચો: Adipurush: રામાયણના લક્ષ્મણ સુનીલ લહેરીએ સન્ની સિંહ પર આપી પ્રતિક્રિયા
સ્વરા ભાસ્કર અને સોશ્યલ ઍક્ટિવિસ્ટ ફહાદ અહમદના રિસેપ્શનમાં બૉલીવુડની સેલિબ્રિટીઝની સાથે જ અનેક પૉલિટિશ્યન્સે પણ હાજરી આપી હતી. જાન્યુઆરીમાં સ્વરાએ પોતાના રજિસ્ટર મૅરેજની જાહેરાત કરી હતી. હવે તેણે પૂરા રીતરિવાજ સાથે લગ્ન કરી લીધાં છે.
લગ્ન અગાઉ તેમણે હલ્દી, મેંદી અને સંગીત સેરેમનીને એન્જૉય કરી હતી. એમાં કવ્વાલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે લગ્ન બાદ સ્વરા અને ફહાદે દિલ્હીમાં ગ્રૅન્ડ રિસેપ્શન યોજ્યું હતું. ન્યુલી વેડ કપલને શુભેચ્છા આપવા માટે કૉન્ગ્રેસના રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, કૉન્ગ્રેસ સંસદસભ્ય શશી થરૂર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને જયા બચ્ચન પણ હાજર હતાં


