° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


Birthday Special: જ્યારે 15 વર્ષના છોકરાએ સુષ્મિતાને કર્યો અયોગ્ય રીતે સ્પર્શ

19 November, 2022 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વસ્તુઓને જોવાનો અને તેના પર રિએક્ટ કરવાનો દ્રષ્ટિકોણ ખૂબ જ જુદો છે, અને એવું તેણે કર્યું હતું, જ્યારે 15 વર્ષના છોકરાએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો ત્યારે.. 

સુષ્મિતા સેન (ફાઈલ તસવીર) Happy Birthday

સુષ્મિતા સેન (ફાઈલ તસવીર)

બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) સુષ્મિતા સેન (Sushmita Sen) આજે પોતાનો 47મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. જન્મદિવસના ખાસ અવસરે સુષ્મિતાએ (Sushmita Wrote a post for herself)  સોશિયલ મીડિયા (Social Media) પર પોતાને માટે જ એક પોસ્ટ લખી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સુષ્મિતા સેને એક તરફ જ્યાં પોતાની સમજણ અને સુંદરતાથી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે તો બીજી તરફ દળદાર એક્ટિંગથી દર્શકોમાં રાજ કરે છે. વસ્તુઓને જોવાનો અને તેના પર રિએક્ટ કરવાનો દ્રષ્ટિકોણ ખૂબ જ જુદો છે, અને એવું તેણે કર્યું હતું, જ્યારે 15 વર્ષના છોકરાએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો ત્યારે.. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

15 વર્ષના છોકરાએ કર્યો અયોગ્ય રીતે સ્પર્શ
થોડાક વર્ષો પહેલા એક ઇવેન્ટમાં સુષ્મિતાએ મોલેસ્ટેશનના એક કિસ્સાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, "હકિકતે ત્યાં ઘણાં બધા પુરુષો હતા, અને એવામાં તેને લાગ્યું કે મને ખબર નહીં પડે. પણ મેં તેનો હાથ પકડ્યો અને મારી તરફ ખેંચ્યો. ત્યારે મેં જોયું કે તે તો એક બાળક છે. તે છોકરાએ મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો તેથી હું અનેક એક્શન લઈ શકતી હતી, પણ તે માત્ર 15 વર્ષનો હતો. મેં તેને પકડ્યો અને મારી સાથે આગળ લઈ ગઈ અને રસ્તામાં કહ્યું કે વિચાર જો હું આ વિશે બધાને કહીશ તો તારા જીવનનું શું થશે બેટા?"

છોકરાએ કરી બહાનેબાજી...
સુષ્મિતાએ આગળ જણાવ્યું, "પહેલા તો તે છોકરાએ બહાના શરૂ કર્યા કે તેણે એમ નથી કર્યું, પણ પછી મેં કહ્યું કે બેટા કર્યું તો તમે જ છે, સાચું બોલી દો, બન્ને માટે સારું રહેશે. ત્યાર બાદ તેણે પોતાની ભૂલ માની અને કહ્યું કે તેણે ખોટા ઇરાદે જ મને સ્પર્શ કર્યો હતો. પછી મેં તેને કહ્યું, તમને ખબર છે તમારું જીવન ખરાબ થઈ જશે. ત્યાર બાદ તેણે મને પ્રૉમિસ કર્યું હતું કે તે આવું ફરી ક્યારેય નહીં કરે."

ભૂલ સમજાવવી જરૂરી છે...
સુષ્મિતાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, "આ એક ખૂબ જ મોટો ફરક છે, આપણે કોઈને ઉદાહરણ નથી બનાવવાનો, પણ તેને તેની ભૂલ સમજાવવાની છે જેથી આવું બીજીવાર ન થાય. મને લાગ્યું કે તે 15 વર્ષના છોકરાને કદાચ કોઈએ પણ તેને સમજાવ્યો નહીં હોય. સજા આપવાથી કદાચ તે વધારે રિબેલ થઈ જાત, પણ સમજાવવાથી તે ચોક્કસ સુધરી ગયો હશે."

આ પણ વાંચો : ટ્રાન્સજેન્ડર ઍક્ટિવિસ્ટના રોલમાં દેખાશે સુસ્મિતા

તાલીમાં જોવા મળશે સુષ્મિતા..
નોંધનીય છે કે સુષ્મિતા સેન પોતાની પ્રોફેશન લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. સુષ્મિતા સેન પોતાની બન્ને દીકરીઓને ખૂબ જ પ્રેમ કરે છે અને ઘણીવાર પોસ્ટ પણ કરતી રહે છે. જણાવવાનું કે એક્ટિંગની પોતાની બીજી ઇન્નિંગમાં સુષ્મિતા ખૂબ જ વિચારીને પ્રોજેક્ટ્સ કરી રહી છે અને તે વારંવાર પ્રશંસા પામી રહી છે. સુષ્મિતા ટૂંક સમયમાં જ તાલીમાં જોવા મળશે. જેમાં તેનું પાત્ર એક ટ્રાન્સ વિમેનનું છે.

19 November, 2022 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

HBD Javed Jaffrey: એવા કલાકાર જેમણે બાળપણના દિવસોને બનાવ્યા યાદગાર

જાવેદ જાફરી બૉલિવૂડમાં બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખાય છે

04 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

HBD ઉદિત નારાયણ: બૉલિવૂડના ગાયકે પ્રેમી-પંખીડાઓને આપી છે મધુર ગીતોની ભેટ

ચાલો આજે સાંભળીએ તેમના આ પાંચ મોસ્ટ પૉપ્યુલર ગીતો જે આજે પણ લોકોની જીભે છે

01 December, 2022 12:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

HBD યામી ગૌતમ : પતિ આદિત્ય ધરની ‘કોશુર કૂર’ છે અભિનેત્રી, આ અંદાજમાં કર્યું વિશ

કાશ્મીરી આઉટફિટમાં સુંદર લાગે છે યામી ગૌતમ

28 November, 2022 03:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK